ભારત જોડો યાત્રા : કેરલ-તમિલનાડુમાં ચર્ચ અને મજાર, ગુજરાત ચૂંટણી જોઈને એમપીમાં યાદ આવ્યા મહાકાલ, રાહુલ ગાંધી પર બીજેપીનો કટાક્ષ

ભારત જોડો યાત્રા : હાલમાં જ રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કરતા એક તસવીર શેર કરી હતી. આ બધાની વચ્ચે ભાજપાએ રાહુલ ગાંધીને ‘ચૂનાવી હિન્દુ’ કહીને તેમના પર પ્રહાર કર્યો

ભારત જોડો યાત્રા : હાલમાં જ રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કરતા એક તસવીર શેર કરી હતી. આ બધાની વચ્ચે ભાજપાએ રાહુલ ગાંધીને ‘ચૂનાવી હિન્દુ’ કહીને તેમના પર પ્રહાર કર્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા (તસવીર - રાહુલ ગાંધી ટ્વિટર)

Rahul Gandhi Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાના એક ભાગના રૂપમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણી વખત મંદિરો અને ધાર્મિક સ્થળો પર દર્શન કરતા જોવા મળે છે. હંમેશા તે પોતાના માથા પર તિલક લગાવતા જોવા મળે છે. ક્યારેક દેવતાઓને નમન કરતા ફોટો લગાવે છે, તો ક્યારેક પૂજારીઓ સાથે વાતચીતના વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં જ રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કરતા એક તસવીર શેર કરી હતી. આ બધાની વચ્ચે ભાજપાએ રાહુલ ગાંધીને ‘ચૂનાવી હિન્દુ’ કહીને તેમના પર પ્રહાર કર્યો છે.

Advertisment

બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું કે એક કેથોલિક માતા અને પારસી પિતાના પુત્ર રાહુલ ગાંધીએ હિન્દી હિન્દી હાર્ટલેન્ડમાં આ ફ્રેન્સી ડ્રામાને બંધ કરવા જોઈએ. જ્યારે તે કેરલ કે તમિલનાડુમાં હતા તો તેમણે એકપણ હિન્દુ મંદિરમાં જવાની જહેમત ઉઠાવી ન હતી. જોકે અલ્પસંખ્યક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કર્યો હતો. ચૂંટણી ગણિતના આધારે તેમની માન્યતાઓ બદલી જાય છે.

આ પણ વાંચો - જયરામ રમેશનો જ્યોતિરાદિત્ય પર મોટો હુમલો, કહ્યું- સિંધિયાને મંત્રી પદ અને બંગલો જોતો હતો જેથી કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા

રાહુલ ગાંધીના મંદિરોમાં દર્શન કરવા પર બીજેપીનો કટાક્ષ

મંદિર દર્શન માટે ભાજપાએ રાહુલ ગાંધી પર પ્રહાર યથાવત્ રાખ્યા છે. મધ્ય પ્રદેશની સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કહ્યું કે મારી વિનમ્ર પ્રાર્થના છે કે કોઇપણ આધ્યાત્મિક ગતિવિધિને રાજનીતિક લાભનું માધ્યમ ન બનાવવામાં આવે. આ ગતિવિધિઓ આપણા જીવનનું અભિન્ન અંગ છે. તમે મંદિરોમાં જાવ તે સ્વાગત યોગ્ય છે પણ તમારે પૂજા અને દેવતાના દર્શનના મહત્વને પણ સમજવું જોઈએ.

Advertisment

ભાજપાએ કર્યો પ્રહાર

ગુજરાત ચૂંટણી માટે અમદાવાદમાં પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તે હવે હિન્દુ ધર્મની યાદ અપાવી રહ્યા છે કારણ કે કે ચૂંટણી હારી રહ્યા છે અને સમજે છે કે જો તે ધર્મ અને હિન્દુઓને અપમાનિત કરશે તો તેમને આ ધર્મના લોકોનો એકપણ વોટ મળશે નહીં.

,

રાહુલ પર પોતાને હિન્દુ સાબિત કરવાનો ઢાંગ કરવાનો આરોપ લગાવતા ભાજપા આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વિટ કર્યું કે રાહુલ ગાંધી તેટલા જ હિન્દુ છે જેટલા કે અરવિંદ કેજરીવાલ ઇમાનદાર છે. આ ફક્ત દેખાડો છે. ચૂંટણી સાથે મજબૂરી બીજું કશું નહીં.

india ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી દેશ congress