Rahul Gandhi Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાના એક ભાગના રૂપમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણી વખત મંદિરો અને ધાર્મિક સ્થળો પર દર્શન કરતા જોવા મળે છે. હંમેશા તે પોતાના માથા પર તિલક લગાવતા જોવા મળે છે. ક્યારેક દેવતાઓને નમન કરતા ફોટો લગાવે છે, તો ક્યારેક પૂજારીઓ સાથે વાતચીતના વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં જ રાહુલ ગાંધીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સાષ્ટાંગ પ્રણામ કરતા એક તસવીર શેર કરી હતી. આ બધાની વચ્ચે ભાજપાએ રાહુલ ગાંધીને ‘ચૂનાવી હિન્દુ’ કહીને તેમના પર પ્રહાર કર્યો છે.
બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું કે એક કેથોલિક માતા અને પારસી પિતાના પુત્ર રાહુલ ગાંધીએ હિન્દી હિન્દી હાર્ટલેન્ડમાં આ ફ્રેન્સી ડ્રામાને બંધ કરવા જોઈએ. જ્યારે તે કેરલ કે તમિલનાડુમાં હતા તો તેમણે એકપણ હિન્દુ મંદિરમાં જવાની જહેમત ઉઠાવી ન હતી. જોકે અલ્પસંખ્યક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કર્યો હતો. ચૂંટણી ગણિતના આધારે તેમની માન્યતાઓ બદલી જાય છે.
રાહુલ ગાંધીના મંદિરોમાં દર્શન કરવા પર બીજેપીનો કટાક્ષ
મંદિર દર્શન માટે ભાજપાએ રાહુલ ગાંધી પર પ્રહાર યથાવત્ રાખ્યા છે. મધ્ય પ્રદેશની સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કહ્યું કે મારી વિનમ્ર પ્રાર્થના છે કે કોઇપણ આધ્યાત્મિક ગતિવિધિને રાજનીતિક લાભનું માધ્યમ ન બનાવવામાં આવે. આ ગતિવિધિઓ આપણા જીવનનું અભિન્ન અંગ છે. તમે મંદિરોમાં જાવ તે સ્વાગત યોગ્ય છે પણ તમારે પૂજા અને દેવતાના દર્શનના મહત્વને પણ સમજવું જોઈએ.
ભાજપાએ કર્યો પ્રહાર
ગુજરાત ચૂંટણી માટે અમદાવાદમાં પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તે હવે હિન્દુ ધર્મની યાદ અપાવી રહ્યા છે કારણ કે કે ચૂંટણી હારી રહ્યા છે અને સમજે છે કે જો તે ધર્મ અને હિન્દુઓને અપમાનિત કરશે તો તેમને આ ધર્મના લોકોનો એકપણ વોટ મળશે નહીં.
રાહુલ પર પોતાને હિન્દુ સાબિત કરવાનો ઢાંગ કરવાનો આરોપ લગાવતા ભાજપા આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વિટ કર્યું કે રાહુલ ગાંધી તેટલા જ હિન્દુ છે જેટલા કે અરવિંદ કેજરીવાલ ઇમાનદાર છે. આ ફક્ત દેખાડો છે. ચૂંટણી સાથે મજબૂરી બીજું કશું નહીં.