BJP New State Chief : ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા, જાણો કોને કયા રાજ્યની મળી જવાબદારી

BJP changed states chief : ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષો (BJP New State Chief) ની નિમણૂક કરી છે, જેમાં પંજાબ (Punjab), ઝારખંડ (Jharkhand), તેલંગણા (Telangana) અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh)નો સમાવેશ થાય છે.

Written by Kiran Mehta
Updated : July 04, 2023 18:25 IST
BJP New State Chief : ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા, જાણો કોને કયા રાજ્યની મળી જવાબદારી
ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા (ફોટો - એક્સપ્રેસ)

BJP New State Chief : ભાજપે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે કેટલાક રાજ્યોમાં તેના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી અને તે પહેલા ઘણા મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ એક મોટું રાજકીય પગલું છે. રાજ્યના પક્ષ પ્રમુખોના બદલાવ બાદ સંગઠનમાં ફેરફારને કારણે અનેક નેતાઓને અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે.

પંજાબમાં સુનીલ જાખડ નવા પ્રદેશ અધ્યક્ષ

સુનીલ જાખડને પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ અશ્વિની શર્માનું સ્થાન લેશે. સુનીલ જાખડ અગાઉ કોંગ્રેસમાં હતા. થોડા સમય પહેલા તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. સુનીલ જાખડ કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી બલરામ જાખડના પુત્ર છે.

કયા-કયા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલાયા

હાલમાં પાર્ટીએ ચાર રાજ્યોના પ્રમુખો બદલ્યા છે. તેમાં પંજાબ ઉપરાંત ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. પાર્ટીએ ઝારખંડની જવાબદારી બાબુલાલ મરાંડીને, આંધ્રપ્રદેશની પી પુરંદેશ્વરીને, તેલંગાણાની જવાબદારી જી કિશન રેડ્ડીને આપી છે. ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર અટીલાની નિમણૂક કરવામાં આવી છે.

ભાજપે રણનીતિ બનાવવાનું તેજ કર્યું

તાજેતરની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ ભારતીય જનતા પાર્ટી પણ પોતાની ચૂંટણી પ્રબંધન સમિતિને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આ સિવાય બિહારના સીએમ નીતિશ કુમારની પહેલ પર પટનામાં વિપક્ષી પાર્ટીઓએ એકતા બેઠક યોજીને મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. કર્ણાટકની હાર બાદ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ પોતાની રણનીતિ બનાવવાની કવાયત તેજ કરી દીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે યુએસ અને ઇજિપ્તની યાત્રા પરથી પરત ફર્યા બાદ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક ટોચના નેતાઓ સાથેની બેઠકમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ