BJP Big Allegation against AAP : ભાજપે કર્યો મોટો દાવો, દિલ્હીમાં કેજરીવાલ સરકારે કર્યું 500 કરોડનું વોટર બોર્ડ કૌભાંડ

BJP claim AAP Water Board Scam : દિલ્હી (Delhi) ની આપ સરકાર (AAP Govt)નું જલ બોર્ડ સાથે જોડાયેલ એક કૌભાંડ (Water Board Scam) પ્રકાશમાં આવ્યું હોવાનો દાવો. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયા (Gaurav Bhatia) એ કહ્યું, "10 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણમાં કૌભાંડ થયું છે. અરવિંદ કેજરીવાલે લગભગ 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

BJP claim AAP Water Board Scam : દિલ્હી (Delhi) ની આપ સરકાર (AAP Govt)નું જલ બોર્ડ સાથે જોડાયેલ એક કૌભાંડ (Water Board Scam) પ્રકાશમાં આવ્યું હોવાનો દાવો. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયા (Gaurav Bhatia) એ કહ્યું, "10 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણમાં કૌભાંડ થયું છે. અરવિંદ કેજરીવાલે લગભગ 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
BJP claim AAP Water Board Scam

ભાજપનો મોટો આરોપ - દિલ્હીમાં આપ સરકારે જળ બોર્ડમાં 500 કરોડનું કૌભાંડ કર્યું

AAP Water Board Scam : ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બીજેપી પ્રવક્તાએ દિલ્હી જલ બોર્ડમાં થયેલા કૌભાંડને લઈને ઘણા દાવા કર્યા છે. તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અનેક કૌભાંડોનો આરોપ લગાવ્યો છે. ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સતત આમ આદમી પાર્ટીને ઘેરી રહી છે.

Advertisment

કેવા આક્ષેપો થયા?

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું, "10 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણમાં કૌભાંડ થયું છે, તેમાંથી કેટલાકને અપગ્રેડ કરવાના હતા અને કેટલાકની ક્ષમતા વધારવાની યોજના હતી, આ માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેની અંદાજિત કિંમત ખોટી લગાવવામાં આવી, આ લગભગ રૂ. 500 કરોડનું કૌભાંડ છે." આરોપ એવો છે કે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 1500 કરોડ હતો, ત્યારે કોન્ટ્રાક્ટ રૂ. 1950 કરોડમાં આપવામાં આવ્યો હતો, આ ખૂબ જ ચિંતાજનક છે." તેમણે કહ્યું, "ભારતમાં જો કોઈ રાજકારણી છે, જેણે ભ્રષ્ટાચાર, જૂઠ અને છેતરપિંડી કરવાની કળામાં મહારત મેળવી હોય તો તે છે અરવિંદ કેજરીવાલ."

બીજેપીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, જો સીએમ અરવિંદ કેજરીવાલ પાસે કોઈ સરકારી યોજના આવશે, તો તેઓ ચોક્કસપણે ભ્રષ્ટાચારમાં સામેલ થશે, તેની ખાતરી છે. ગૌરવ ભાટિયાએ વધુમાં કહ્યું કે, "હું પૂછવા માંગુ છું, અરવિંદ કેજરીવાલ જી, જો તમે ભ્રષ્ટાચારમાં પીએચડી હોલ્ડર છો, તો ભાજપ એવા સ્કૂલમાસ્ટર પણ છે, જેઓ ઈમાનદારીથી જાહેર મુદ્દા ઉઠાવે છે." ગૌરવ ભાટિયાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ એટલો મોટો કૌભાંડી છે કે, તેનું પેટ ભરાતુ જ નથી.

Advertisment

આ પણ વાંચો - જે કામ અમેરિકાનું ઓગર મશીન ન કરી શક્યું, ભારતીય સેના હથોડી અને છીણીથી કરશે, મજૂરોને બચાવવા માટે નવો પ્લાન

'દરેક ભ્રષ્ટાચારી નેતા જેલમાં હશે'

ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે મોટા અભિયાનમાં લાગેલી છે અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા દરેક નેતા જેલમાં હશે. આ પહેલા દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. આ સિવાય સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈન પણ અલગ-અલગ કેસમાં જેલમાં છે.

દિલ્હી ગુજરાતી ન્યૂઝ દેશ આપ ભાજપ