Lok Sabha Elections : શું છે ઉત્તર વર્સિસ દક્ષિણની ચર્ચા? આમને-સામને છે ભાજપ-કોંગ્રેસ, લોકસભા ચૂંટણીમાં કેટલી થઇ શકે છે અસર?

North vs South Debate : દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 'નોર્થ વર્સિસ સાઉથ'ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેનું કારણ તેલંગાણામાં કોંગ્રેસની મોટી જીત અને અન્ય રાજ્યોમાં ખરાબ હાર છે

Written by Ashish Goyal
December 06, 2023 20:18 IST
Lok Sabha Elections : શું છે ઉત્તર વર્સિસ દક્ષિણની ચર્ચા? આમને-સામને છે ભાજપ-કોંગ્રેસ, લોકસભા ચૂંટણીમાં કેટલી થઇ શકે છે અસર?
રાહુલ ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદી (Photos - Facebook)

North vs South Debate : દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ‘નોર્થ વર્સિસ સાઉથ’ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેનું કારણ તેલંગાણામાં કોંગ્રેસની મોટી જીત અને અન્ય રાજ્યોમાં ખરાબ હાર છે. સંસદમાં ડીએમકે સાંસદની ટિપ્પણી બાદ આ ચર્ચા વધી ગઈ છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે હિન્દી પટ્ટો જ છે જ્યાં ભાજપની વિચારધારા ગુંજે છે જ્યારે દેશના દક્ષિણ ભાગે ભાજપને નકારી કાઢ્યો છે. આ ચર્ચામાં ભાજપનું કહેવું છે કે આ ‘નોર્થ વર્સિસ સાઉથ’ની ચર્ચા વિભાજનકારી છે. આ ચર્ચા એટલી વધી ગઈ છે કે પીએમ મોદી પણ આ ચર્ચામાં સામેલ દેખાયા છે.

આ ચર્ચા શા માટે ચાલી રહી છે?

કર્ણાટકમાં ભાજપ સત્તા ગયા બાદ આ વર્ષની શરૂઆતમાં ઉત્તર વિરુદ્ધ દક્ષિણ ચર્ચા શરૂ થઈ હતી. જ્યારે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો અને દક્ષિણમાં ભાજપ પાસેથી તેનો એકમાત્ર આધાર છીનવી લીધો હતો. હવે તેલંગાણામાં કોંગ્રેસની જીતથી દક્ષિણમાં પોતાની સ્થિતિ મજબૂત થઈ છે. દક્ષિણના અન્ય રાજ્યો કેરળ અને તામિલનાડુથી પણ ભાજપ ઘણી દૂર દેખાય છે.

બીજી તરફ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીતથી હિન્દી બેલ્ટની પકડ વધુ મજબૂત થઈ છે. આ રાજ્યો ઉપરાંત ભાજપ મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પણ સત્તામાં છે. આ તે આધાર છે જેના આધારે ઉત્તર વિરુદ્ધ દક્ષિણની ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો – અમિત શાહે લોકસભામાં પંડિત નેહરુના બે ‘બ્લન્ડર’ ગણાવ્યા, નારાજ થયો વિપક્ષ, કર્યો હંગામો

હવે આટલી બધી ચર્ચા શા માટે?

તાજેતરમાં જ આવેલા ચૂંટણી પરિણામો દરમિયાન કોંગ્રેસના નેતા પ્રવીણ ચક્રવર્તીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું અને લખ્યું હતું કે દક્ષિણ-ઉત્તર સરહદ રેખા મોટી અને સ્પષ્ટ થઈ રહી છે!” કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ ફક્ત બે શબ્દો પોસ્ટ કર્યા – ધ સાઉથ. કહેવામાં આવ્યું કે ભાજપની નીતિઓ અને વિચારધારાઓ દેશના ઉત્તર ભાગમાં જ સફળ થાય છે. કહેવામાં આવ્યું કે 2024 ની ચૂંટણી લડાઇ ‘ઉત્તર વિરુદ્ધ દક્ષિણ’ વચ્ચેની લડાઈ હશે. ભાજપે વળતો પ્રહાર કરતાં કહ્યું કે આ વિચાર વિભાજનકારી વિચારસરણી છે.

ભાજપના ટોચના નેતાઓએ કોંગ્રેસ પ્રોફેશનલ અને પાર્ટીના ડેટા એનાલિટિક્સ વિભાગના અધ્યક્ષ પ્રવીણ ચક્રવર્તીની તેમની “ઉત્તર વિરુદ્ધ દક્ષિણ” પોસ્ટ માટે ટીકા કરી હતી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષે જણાવ્યું હતું કે તેઓ હંમેશાં બે કાર્ડ તૈયાર રાખે છે, હવે તેઓએ બીજું કાર્ડ કાઢ્યું છે. કેરળ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું કે કોંગ્રેસે હિન્દુ પાર્ટી, જાતિગત રાજકારણ, ઇવીએમ અને ફ્રીબીઝના પોતાના નિયમિત કેપ્સુલમાં નિષ્ફળ રહ્યા બાદ અલગાવવાદી રાગ અપનાવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી X પર એક પોસ્ટ સાથે આ ચર્ચામાં જોડાયા હતા. પીએમ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ઇમોજીને કારણે સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. ‘ઉત્તર વિરુદ્ધ દક્ષિણ’ વિવાદ પર એક પત્રકારના કડક વલણ અને ગઢમાં કોંગ્રેસની નિષ્ફળતાઓને સમજાવવા માટે ઉઠાવવામાં આવી રહેલી અન્ય દલીલો પર ટિપ્પણી કરતા વડા પ્રધાને લખ્યું કે તેઓ તેમના ઘમંડ, જુઠ્ઠાણા, નિરાશાવાદ અને અજ્ઞાનતાથી ખુશ રહે. પરંતુ તેમના વિભાજનકારી એજન્ડાથી સાવધાન રહે. 70 વર્ષ જૂની આદત આટલી સરળતાથી દૂર થઈ શકતી નથી. સાથે જ લોકોની સમજદારી એવી છે કે તેમણે આગળ પણ ઘણા વધુ પરાજય માટે તૈયાર રહેવું પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ