ભાજપના ખજાનામાં રેકોર્ડબ્રેક વધારો! 6,088 કરોડનું દાન, જાણો કોણ છે સૌથી મોટા 'દાનવીર'?

શું ઈલેક્ટોરલ બોન્ડ બંધ થવાથી ભાજપને મળેલ ડોનેશન કેટલું છે? જાણો ચૂંટણી પંચના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો.

શું ઈલેક્ટોરલ બોન્ડ બંધ થવાથી ભાજપને મળેલ ડોનેશન કેટલું છે? જાણો ચૂંટણી પંચના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
BJP funding report, Election Commission of India, Serum Institute donation to BJP, Political funding India 2025, ભાજપ દાન રિપોર્ટ, ચૂંટણી પંચ

ભાજપના ખજાનામાં રેકોર્ડબ્રેક વધારો! 6,088 કરોડનું દાન, જાણો કોણ છે સૌથી મોટા 'દાનવીર'?

ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ (Electoral Bond Scheme) ને અસંવૈધાનિક ગણાવીને રદ કરી દીધી હતી. ઘણાને એમ હતું કે આ નિર્ણયથી રાજકીય પક્ષોના ફંડિંગમાં ઘટાડો થશે, પરંતુ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કિસ્સામાં ચિત્ર તદ્દન ઉલટું જોવા મળ્યું છે. ચૂંટણી પંચના તાજેતરના અહેવાલ મુજબ, બોન્ડ સ્કીમ બંધ થયા પછી પણ ભાજપના ડોનેશનમાં ધરખમ વધારો થયો છે.

Advertisment

6,000 કરોડનો આંકડો પાર: 53% નો જંગી વધારો

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ભાજપના 'કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ 2024-25' મુજબ, લોકસભા ચૂંટણીના આ વર્ષમાં પાર્ટીને કુલ ₹6,088 કરોડનું દાન મળ્યું છે. આ આંકડો વર્ષ 2023-24 માં મળેલા ₹3,967 કરોડ કરતા 53 ટકા વધુ છે. નોંધનીય છે કે છેલ્લા 6 વર્ષમાં ભાજપને મળેલું આ સૌથી વધુ વાર્ષિક ફંડ છે.

કોંગ્રેસ કરતા 12 ગણું વધુ ફંડ

વિપક્ષી પાર્ટીઓની સરખામણીએ ભાજપનો ખજાનો ઘણો મોટો છે. આંકડાઓની સરખામણી કરીએ તો:

  • ભાજપ: ₹6,088 કરોડ
  • કોંગ્રેસ: ₹522.13 કરોડ

વિપક્ષી એકતા: કોંગ્રેસ સહિત દેશની મુખ્ય 12 વિપક્ષી પાર્ટીઓનું કુલ દાન માત્ર ₹1,343 કરોડ થાય છે. એટલે કે ભાજપને આ 12 પાર્ટીઓના કુલ ફંડ કરતા 4.5 ગણું વધુ દાન મળ્યું છે.

Advertisment
BJP Donations 2024-25, ભાજપ ફંડ રિપોર્ટ, Electoral Bonds impact on BJP, BJP funding report, Election Commission of India, Serum Institute donation to BJP, Political funding India 2025, ભાજપ દાન રિપોર્ટ, ચૂંટણી પંચ
ભાજપને મળેલ દાન ફંડની સામે આવેલ વિગતો

ક્યાંથી આવ્યા આટલા બધા પૈસા?

રિપોર્ટની વિગતો તપાસતા જાણવા મળે છે કે ભાજપને મળેલા કુલ ફંડમાંથી:

  • ઈલેક્ટોરલ ટ્રસ્ટ (Electoral Trusts): ₹3,744 કરોડ (કુલ ફંડના 61%) ટ્રસ્ટ મારફતે મળ્યા છે.
  • કોર્પોરેટ્સ અને વ્યક્તિગત દાન: બાકીના ₹2,344 કરોડ કંપનીઓ અને વ્યક્તિગત દાતાઓ પાસેથી મળ્યા છે.

વાંચો | ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા નીતિન નબીન કોણ છે?

ટોપ ડોનર્સ: કોણે કેટલી તિજોરી ખોલી?

ભાજપને મોટું દાન આપનારી કંપનીઓની યાદીમાં દેશના મોટા કોર્પોરેટ જૂથો સામેલ છે:

  • સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII): ₹100 કરોડ
  • રુંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: ₹95 કરોડ
  • વેદાંતા લિમિટેડ: ₹67 કરોડ
  • મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ): ₹65 કરોડ
  • આઈટીસી (ITC Limited): ₹39 કરોડ
  • મેનકાઇન્ડ ફાર્મા: ₹30 કરોડ

ઈલેક્ટોરલ બોન્ડનો ઈતિહાસ અને સુપ્રીમ કોર્ટનો આદેશ

કેન્દ્ર સરકારે 2017-18 માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી, જેનો હેતુ રાજકીય પક્ષોને અજ્ઞાત રીતે દાન આપવાનો હતો. ફેબ્રુઆરી 2024 માં સુપ્રીમ કોર્ટે આ સ્કીમને પારદર્શિતાના અભાવે અસંવૈધાનિક જાહેર કરી હતી.

વાંચો | રાજકીય પક્ષો પર થયો ધનનો વરસાદ, આંકડા જાણી ચોંકી જશો

જોકે, નવા આંકડા સૂચવે છે કે કોર્પોરેટ જગત હવે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે બેંક ટ્રાન્સફર જેવા અન્ય કાયદેસરના માધ્યમો દ્વારા ભાજપને રેકોર્ડબ્રેક દાન આપી રહ્યું છે.

ચૂંટણી પંચ ટ્રેન્ડિંગ ન્યૂઝ congress ભાજપ