/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/PM-Narendra-modi-bjp-1.jpg)
ભાજપના સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, (Source: YouTube)
ભારતીય જનતા પાર્ટી પોતાનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. ભાજપ પાર્ટી હવે 43 વર્ષની થઇ ગઈ છે. પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જન્મોત્સવના અવરસ પર હનુમાન જન્મોત્સવના અવસર પર હનુમાનજીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભાજપ તેમનાથી પ્રેરણા લઇને કાર્ય કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સ્થાપના દિવસ પર કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે આપણે દેશના ખૂણે ખૂણામાં ભગવાન હનુમાનની જન્મ જ્યંતિ ઉજવી રહ્યા છે. હનુમાનજીનું જીવન આજે પણ અત્યારે પણ ભારતની વિકાસ યાત્રામાં પ્રેરણા આપે છે. જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યો ત્યારે હનુમાનજી પુરા પર્વતને ઉઠાવી લે છે. ભાજપ પણ આ પ્રકારના પ્રેરણાથી પરિણામ લાવવામાં લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાના પ્રયાસ કરી રહી છે. કરતા રહેવું અને કરતા રહીશું.
વડાપ્રધાન મોદીના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને કહ્યું કે આજે આપણે બધા પોતાની પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ. મા ભારતીની સેવામાં સમર્પિત પ્રત્યેક ભાજપા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભાજપના સ્થાપનાથી લઇને આજ દિવસ સુધી મહાન વિભૂતિઓએ પાર્ટીનું સિંચન કર્યું છે. પાર્ટીનું ધ્યાન રાખ્યું છે સશક્ત અને સમૃદ્ધ કર્યું છે. નાનાથી નાના કાર્યકર્તાઓથી લઇને વરિષ્ઠ પદ પર રહેલા દેશ અને પાર્ટીની સેવા કરનાર બધા મહાનુભાઓને હું માથું ઝુકાવીને પ્રણામ કરું છું.
भाजपा के स्थापना दिवस पर सभी कार्यकर्ताओं को बधाई। पार्टी को खून-पसीने से सींचने वाले कार्यकर्ताओं के कारण ही हमें देश सेवा का सौभाग्य प्राप्त हुआ है। @BJP4Indiahttps://t.co/SK9HYAwf77
— Narendra Modi (@narendramodi) April 6, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ ભારતના ગરીબથી ગરીબ વ્યક્તિ માટે આશાનું કિરણ છે. તેમણે કહ્યું કે આપણે સમાજના કલ્યાણ માટે કામ કરીએ છીએ. કોંગ્રેસ અને કોંગ્રેસથી નીકળેલી પાર્ટીઓ વંશવાદની રાજનીતિ, જાતિવાદ, ક્ષેત્રવાદની રાજનીતિ સંસ્કૃતિ બનાવી છે. ભાજપ ભારતની રાજનીતિક સંસ્કૃતિ બનાવી છે. ભાજપે ભારતની રાજનીતિક સંસ્કૃતિને બદલી દીધું છે. અમે બધાને સાથે લઇને ચાલીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે ભારતની માતાઓ અને બેટીઓ ભાજપ સાથે જોડાયેલી હોય એમ મહેસૂસ કરે છે કારણ કે અમે જીવનમાં સુધારો કર્યો છે. અને અમે તેમના માટે અથાક કામ કરીએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે મોદી કબર ખોદવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નફરતથી ભરેલા લોકો ખોટે ખોટું બોલી રહ્યા છે. તેઓ કબર ખોદવાની ધમકી આપી રહ્યા છે. દેશનો દરેક વર્ગ કમલની રક્ષા કરવા માટે ઢાલ છે. ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. પંચાયતથી લઇને સંસદ સુધી સશક્તિકરણ જરૂરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us