Goa : ગોવાના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ, નિલેશ કેબ્રાલેનું મંત્રીમંડળમાંથી રાજીનામું, હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ ધારાસભ્ય મંત્રી બનશે

Goa BJP Cabinet Minister Nilesh Cabral Resigned: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે નિલેશ કેબ્રાલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને સ્વીકારવા માટે મોકલવામાં આવ્યું છે

Goa BJP Cabinet Minister Nilesh Cabral Resigned: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે નિલેશ કેબ્રાલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને સ્વીકારવા માટે મોકલવામાં આવ્યું છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Nilesh Cabral | Aleixo Sequeira | goa cabinet minister | Government of Goa | Goa Government | Goa MLA

ગોવાના ધારાસભ્ય નિલેશ કેબ્રાલ અને એલેક્સો સિક્વેરા (Photo - @nileshcabral/@AleixoASequeira)

Goa BJP Cabinet Minister Nilesh Cabral Resigned: ગોવામાં એક મંત્રીએ મંત્રીમંડળીમાંથી રાજીનામું આપી દીધું છે. કેબિનેટમાં હવે ભાજપના ધારાસભ્ય એલેક્સો સિક્વેરાને સામેલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (PWD) મંત્રી નિલેશ કેબ્રાલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. ગત વર્ષે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થનારા આઠ ધારાસભ્યોમાં એલેક્સો સિક્વેરાનો સમાવેશ થાય છે.

Advertisment
,

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે નિલેશ કૈબ્રાલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને સ્વીકારવા માટે મોકલવામાં આવ્યું છે.

G.O.A. PRAMOD SAWANT PANAJI |
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત

પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, "નિલેશ કેબ્રાલને રાજીનામું આપવાનું કહેવાનો પક્ષનો નિર્ણય હતો જેથી કેબિનેટમાં અન્ય ધારાસભ્યને સામેલ કરવા માટે જગ્યા મળી શકે." મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે ધારાસભ્ય એલેક્સો સિક્વેરાનો રવિવારે સાંજે 7 વાગ્યે કેબિનેટમાં સમાવેશ કરવામાં આવશે. ભાજપ ધારાસભ્ય નિલેશ કેબ્રાલ ગોવાની કુર્ચોરમ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રમોદ સાવંતની આગેવાની હેઠળની કેબિનેટમાં PWD અને કાયદા અને ન્યાય વિભાગનો હવાલો સંભાળતા હતા.

Advertisment

આ પણ વાંચો | રાજસ્થાન ચૂંટણી 2023 : ‘મહિલા સુરક્ષા’ના મુદ્દે કોંગ્રેસ ક્યાં પાછળ? ભાજપે તૈયાર કર્યો પ્લાન B

હાલમાં કેબ્રાલે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. રાજભવનના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રવિવારે સાંજે 7 વાગ્યે નવા મંત્રીને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયના સંદેશનો સંદર્ભ આપતા રાજભવનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાજ્યપાલ રાજ્યની બહાર છે અને આજે બપોરે પરત ફરશે. અમે શપથ ગ્રહણ સમારોહ માટે તૈયાર છીએ. બીજેપી ધારાસભ્ય સિકેરાએ પણ પુષ્ટિ કરી કે તેમને આજે કેબિનેટમાં સામેલ કરવામાં આવશે.

politics congress ભાજપ