BJP In Kerala: ભાજપનો કેરળના ક્રિશ્ચિયન પ્રત્યે સ્નેહ જાગ્યો, ખ્રિસ્તી વોટ આકર્ષવા સ્નેહ યાત્રા શરૂ કરશે

BJP Started Christians Sneh Yatra In Kerala: કેરળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રન કક્કનાડમાં સિરો મલબાર ચર્ચના ભૂતપૂર્વ વડા કાર્ડિનલ જ્યોર્જ એલેન્ચેરીને મળ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Written by Ajay Saroya
Updated : December 21, 2023 19:10 IST
BJP In Kerala: ભાજપનો કેરળના ક્રિશ્ચિયન પ્રત્યે સ્નેહ જાગ્યો, ખ્રિસ્તી વોટ આકર્ષવા સ્નેહ યાત્રા શરૂ કરશે
કેરળના ભાજપ પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રન કક્કનાડે ચર્ચના પાદરી- અધિકારીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવી (Photo - K Surendran Facebook)

BJP Started Christians Sneh Yatra In Kerala: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, પરંતુ ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ગુરુવારે કેરળમાં તેની ‘સ્નેહ યાત્રા’ ફરી શરૂ કરી છે. રાજ્યમાં ખ્રિસ્તી સમુદાયને પાર્ટી સાથે જોડવાનો આ એક જાહેર સંપર્ક કાર્યક્રમ છે. ભાજપે આની શરૂઆત ઈસ્ટર દરમિયાન કરી હતી. કેરળની કુલ જનસંખ્યામાં ખ્રિસ્તી વસ્તી 19% છે.

તાજેતરમાં મળેલી ભાજપની રાજ્ય સમિતિની બેઠકમાં પાર્ટીએ ક્રિસમસ દરમિયાન યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રન કક્કનાડમાં સિરો મલબાર ચર્ચના ભૂતપૂર્વ વડા કાર્ડિનલ જ્યોર્જ એલેન્ચેરીને મળ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ક્રિસમસની શુભેચ્છાઓ આપી હતી.

K Surendran | Kerala | BJP | BJP state president Surendran Kakkanad Kerala | Surendran Kakkanad | Sneh Yatra
કેરળના ભાજપ પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રન કક્કનાડે ચર્ચના પાદરી- અધિકારીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવી (Photo – @BJP4Keralam)

કે સુરેન્દ્રન વેરાપોલીના લેટિન આર્ચડીઓસીઝના આર્કબિશપ જોસેફ કલાથિપારાબિલને પણ મળ્યા હતા અને વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી હતી.સુરેન્દ્રને બાદમાં ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ રાજ્યમાં ‘સ્નેહ યાત્રા’ની શરૂઆત છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે ચર્ચના વડાઓ સાથેની તેમની મીટિંગના ફોટા પણ શેર કર્યા.

જો કે, ચર્ચના અધિકારીઓ અને ભાજપ નેતૃત્વએ હજુ સુધી બંધ બારણે બેઠક દરમિયાન ચર્ચાના વિષયોની સ્પષ્ટતા કરી નથી. ભાજપના એક નેતાએ કહ્યું કે એલેનચેરી સાથેની બેઠક 45 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી અને તે એક ઉષ્માપૂર્ણ અને મૈત્રીપૂર્ણ બેઠક હતી.

ભાજપના જિલ્લા અધ્યક્ષ કેએસ શૈજુએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “આ એક મૈત્રીપૂર્ણ બેઠક છે. કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષે વડાપ્રધાન મોદી વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં તેઓએ સાથે નાસ્તો કર્યો.” તેમણે કહ્યું કે મુલાકાતનો હેતુ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવાનો હતો.

કેએસ શૈજુએ મણિપુર હિંસા મુદ્દે ચર્ચ અને ભાજપ વચ્ચે મતભેદ હોવાના મીડિયા અહેવાલોને પણ ફગાવી દીધા હતા. તેમણે વધુમાં કહ્યું, “તે માત્ર મીડિયાની ઉપજ હતી. ભાજપ અને ચર્ચ બંનેએ હંમેશા સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે.”

જો કે, વિવિધ સંપ્રદાયોના કેટલાક વરિષ્ઠ બિશપ્સે તાજેતરના સમયમાં રાજ્યમાં અનેક પ્રસંગોએ ભાજપ તરફી નિવેદનો આપ્યા છે. પરંતુ મણિપુર હિંસા મુદ્દે પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના કથિત મૌનને લઈને ભાજપ પર હુમલો થયો. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે સ્નેહ યાત્રાનો ઉદ્દેશ્ય ખ્રિસ્તી સમુદાયને પાર્ટીની નજીક લાવવાનો છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો 30 ડિસેમ્બર સુધી વડાપ્રધાનના સંદેશ સાથે ખ્રિસ્તી ઘરોની મુલાકાત લેશે.

આ પણ વાંચો | સંસદ શિયાળું સત્ર, સાંસદોના સસ્પેન્સન મુદ્દે વિપક્ષની વિજય ચોકથી સંસદ સુધી વિરોધ કૂચ

ભાજપે તાજેતરની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં પદયાત્રાઓ કાઢવાનું પણ નક્કી કર્યું છે. ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ આ વર્ષની શરૂઆતમાં ઇસ્ટરના અવસર પર સ્નેહ યાત્રા કાઢી હતી, ખ્રિસ્તી પરિવારો અને ધાર્મિક વડાઓને મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ