દિલ્હીમાં મટિયાલામાં નઝફગઢ ભાજપા કિસાન મોર્ચાના અધ્યક્ષ સુરેન્દ્ર મટિયાલાની શુક્રવારે ગોળી મારીને હયા કરવામાં આવી હતી. ભાજપા નેતા સુરેન્દ્ર પોતાના કાર્યાલયમાં બેઠા હતા તે સમયે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના ઘટી હતી.
સુરેન્દ્ર મટિયાલા પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા હતા. આ ઘટના પર દ્વારકા જિલ્લાના ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું કે હજી ઘટના સ્થળ પર શોધ ચાલી રહી છે કે સુરેન્દ્ર મટિયાલાને કઇ ગોળી મારવામાં આવી હતી. બીજેપી નેતાને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. તેઓ ઓફિસમાં હતા ત્યારે મેને ગોળી મારી હતી. તપાસમાં જે પણ જાણકારી સામે આવશે તેના ઉપર તરત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની અનેક ટીમો લગાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ કેસની પાસ કરી રહી છે.
આ ઉપરાંત હત્યા કેમ કરવામાં આવી એ પણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ. પોલીસને લાશને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. હત્યા બાદ વિસ્તારમાં દહેશત ફેલાઇ છે. સાથે જ સુરેન્દ્ર મટિયાલાની ઓફિસની બહાર ભીડ એકઠી થઈ હતી. પોલીસે ઘટના સ્થળને સીલ કરી દીધું છે.
બંગાળમાં પણ થઈ હતી બીજેપી નેતાની હત્યા
ઉલ્લેખનીય છે કે પશ્વિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાં 2 એપ્રિલથી બીજેપી નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં બે અન્ય લોકો પણ ઘાયલ થયા છે. બીજેપી નેતા રાજુ ઝા ઉર્ફે રાકેશ વ્યવસાયે કોલસાના વેપારી હતા. તે એક જગ્યાએ જઇ રહ્યા હતા ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેમને પાંચ ગોળીઓ મારવામાં આવી હતી.
ઘટના બાદ પોલીસે જણાવ્યું કે રાજુ ઝા જ્યારે દુકાનની બહાર પોતાની કારમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક કારમાં બે વ્યક્તિ પહોંચ્યા હતા.એકઆરોપીએ સળિયાથી તેની કારનો કાચ તોડી દીધો જ્યારે બીજાએ ફાયરિંગ કરવાનું શરું કર્યું હતું. તેમણે કહ્યું કે બીજેપી નેતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમની સાથે હાજર અન્ય બે લોકો ઘાયલ થયા હતા.