ભાજપના નેતાનો સનસનીખેજ દાવો - પત્ની સુનીતાને સીએમ બનાવવા માંગે છે કેજરીવાલ, ધારાસભ્યોએ ના પાડી દીધી

Arvind Kejriwal : આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હીના ધારાસભ્યો અને કાઉન્સિલરોએ કેજરીવાલને વિનંતી કરી છે કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો તેઓ રાજીનામું ન આપે, પરંતુ જેલમાંથી સરકાર ચલાવે

Arvind Kejriwal : આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હીના ધારાસભ્યો અને કાઉન્સિલરોએ કેજરીવાલને વિનંતી કરી છે કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો તેઓ રાજીનામું ન આપે, પરંતુ જેલમાંથી સરકાર ચલાવે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Sunita Kejriwal | Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલ (એએનઆઈ ફાઇલ ફોટો)

Arvind Kejriwal Wife Sunita : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની દારૂના કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી નોટિસ આપ્યા આમ આદમી પાર્ટીને તેમની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટી એ બાબત પર વિચાર કરી રહી છે કે જો કેજરીવાલની ધરપકડ કરવામાં આવે તો તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ કે પછી જેલની અંદરથી સરકાર ચલાવવી જોઈએ. આ દરમિયાન ભાજપના એક વરિષ્ઠ નેતાએ સનસનીખેજ દાવો કર્યો છે.

Advertisment

ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલ પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આબકારી નીતિના પ્રારંભિક ફરિયાદીકર્તામાં સામેલ સિરસાએ જણાવ્યું હતું કે આ વાત તેમને આમ આદમી પાર્ટી (આપ) ના એક નેતાએ જ કહી છે.

મનજિંદર સિંહ સિરસાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે ધારાસભ્યો દ્વારા ના પાડવામાં આવ્યા બાદ કેજરીવાલ હવે જનમત સંગ્રહ કરાવવા જઈ રહ્યા છે. સિરસાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ગઈકાલે તેમના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને કહ્યું હતું કે જો મારી ધરપકડ કરવામાં આવશે તો હું તિહાડ જેલમાંથી સરકાર ચલાવીશ. ચોરની દાઢીમાં તિનકા. કેજરીવાલ પહેલા દિવસથી જ જાણે છે કે જે પુરાવા આવ્યા છે તેમાં 350 કરોડ રૂપિયાથી વધુ મની ટ્રેલ છે. સુપ્રીમ કોર્ટે પણ તેનો ઉલ્લેખ કર્યો હતો અને સિસોદિયાને જામીન પણ આપ્યા નથી, કેજરીવાલે જે પૈસાની લેવડદેવડ કરી છે, ખાસ કરીને જેમણે પોતાનો શીશ મહેલ બનાવવાનું કામ કર્યું છે, તેમને ખબર છે તેઓ જેલમાં જશે.

આ પણ વાંચો - જો કેજરીવાલની ધરપકડ થશે તો દિલ્હીની કમાન કોણ સંભાળશે? ધારાસભ્યોએ કરી આવી અપીલ

Advertisment

ભાજપના નેતા સિરસાએ કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે કેજરીવાલ હાજર નહીં થાય કારણ કે તેઓ ધારાસભ્યોને મનાવવા માંગે છે કે તેમની ધર્મપત્ની સુનિતા કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવામાં આવે. તે ગઈકાલે સ્પષ્ટ થઈ ગયું હતું. અરવિંદ કેજરીવાલે એક બેઠક યોજી હતી. આપના એક વરિષ્ઠ નેતાએ મને કહ્યું કે તમામ ધારાસભ્યોએ ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે જો તમે તમારી પત્નીને બનાવશો તો પહેલા ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો છે, પછી તમારો શીશમહેલ, હવે પરિવારવાદ બચ્યો છે, જો તે પણ કરશો બર્બાદ થઈ જશો. રસ્તો એ કાઢવામાં આવ્યો કે જનમત કરાવીશું. લોકો કહેશે કે અમે કેજરીવાલજીને મત આપ્યો છે પછી સુનીતા કેજરીવાલને સીએમ બનાવી દેવામાં આવશે.

આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ વિશે જનમત પોલ કરાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે દિલ્હીના ધારાસભ્યો અને કાઉન્સિલરોએ કેજરીવાલને વિનંતી કરી છે કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો તેઓ રાજીનામું ન આપે, પરંતુ જેલમાંથી સરકાર ચલાવે. હવે પાર્ટીએ આ વાત અન્ય રાજ્યોના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપરાંત દિલ્હીની જનતાને પૂછવાનો નિર્ણય કર્યો છે. જો કેજરીવાલની ધરપકડ થાય તો આવી સ્થિતિમાં તેમણે શું કરવું જોઈએ?

દિલ્હી અરવિંદ કેજરીવાલ આપ