Modi Cabinet Reshuffle: જી કિશન રેડ્ડી મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી શકે છે, ભાજપે આપી મોટી જવાબદારી

BJP Modi Cabinet Reshuffle : ભાજપ કેબિનેટમાં ટુંક સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં નવા ચહેરા જોવા મળી શકે છે. જી કિશન રેડ્ડી (G Kishan Reddy) ને તેલંગણા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળતા મંત્રી પદેથી રાજીનામું (resign) આપી શકે છે.

Written by Kiran Mehta
Updated : July 05, 2023 17:17 IST
Modi Cabinet Reshuffle: જી કિશન રેડ્ડી મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી શકે છે, ભાજપે આપી મોટી જવાબદારી
મોદી કેબિનેટમાંથી જી કિશન રેડ્ડી રાજીનામું આપી શકે છે

BJP Modi Cabinet Reshuffle : કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી શકે છે. તેમણે કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપી નથી. જી કિશન રેડ્ડી મોદી સરકારમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પદ સંભાળી રહ્યા છે. ભાજપે તેમને તેલંગાણાના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે. તેઓ તેલંગાણામાં બંડી સંજય કુમારનું સ્થાન લેશે. તેઓ કરીમનગરથી સાંસદ છે. સૂત્રોએ જણાવ્યું કે, બુંદી સંજય કુમારને કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે

તમને જણાવી દઈએ કે, મોદી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, વર્તમાન કેબિનેટમાંથી ઘણા મંત્રીઓને પણ ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમ બાદ એવું માનવામાં આવે છે કે, કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં પ્રફુલ પટેલ અને દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રહલાદ પટેલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સાંજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોBJP New State Chief : ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા, જાણો કોને કયા રાજ્યની મળી જવાબદારી

અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલાયા

ભાજપે મંગળવારે અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલી નાખ્યા. સુનીલ જાખડને પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ અશ્વિની શર્માનું સ્થાન લેશે. પાર્ટીના પ્રદેશ પ્રમુખોના બદલાવની માહિતી રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જારી કરવામાં આવી હતી. સુનીલ જાખડ અગાઉ કોંગ્રેસમાં હતા. થોડા સમય પહેલા તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી બલરામ જાખડના પુત્ર છે. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે તેમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હાલમાં પાર્ટીએ ચાર રાજ્યોના પ્રમુખો બદલ્યા છે. તેમાં પંજાબ ઉપરાંત ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ