/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-38.jpg)
નીતિશ કુમાર, રાહુલ ગાંધી, મમતા બેનરજી, શરદ પવાર ( ફાઇલ ફોટો)
BJP Modi modi government opposition paties : લોકસભા ચૂંટણી 2024ની પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવા માટેની નવી તારીખ ફરીથી નક્કી કરી છે. ભાજપ વિરુદ્ધ વિપક્ષોને એક કરવા માટે તેઓ તે સતત પ્રયત્નશીલ હતો. નીતિશ કુમાર ટીએમસીના નેતા મમતા બેનર્જી, એનસીપી નેતા શરદ પવાર, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, સપાના નેતા અખિલેશ યાદવ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના સીએમ સ્ટાલિનને એક સાથે લાવીને 23 જૂને પટનામાં રેલીનું આયોજન કરી રહ્યા છે. નીતિશના આ પ્રયાસથી એવું લાગી રહ્યું છે કે પટના ફરી એકવાર દેશની રાજનીતિને નવી દિશા આપવામાં અગ્રેસર બનવા જઈ રહ્યું છે. અગાઉ આ રેલી 12 જૂને યોજાવાની હતી, પરંતુ નેતાઓની વ્યસ્તતાને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી.
1965માં લોહિયાની રેલી અને 1974માં જેપીની રેલી બાદ કોંગ્રેસે સત્તા ગુમાવી હતી
ગત એપ્રિલમાં કોલકાતામાં નીતિશ સાથેની મુલાકાત દરમિયાન, મમતા બેનર્જીએ સૂચન કર્યું હતું કે 1974ના જેપી આંદોલનની જેમ પટનામાંથી વિપક્ષ એકતાનો નાદ થવો જોઈએ. આ ક્રાંતિ પાછળ જૂન મહિનાનું પણ મહત્વ છે. વર્ષ 1974માં જૂન મહિનામાં જ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ (જેપી)એ બિહારમાં પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનથી તત્કાલિન વડાપ્રદાન ઇન્દિરા ગાંધીને સત્તા પરથી હટાવવાના આહ્વાન સાથે આંદોલન શરૂ કર્યુ હતુ. વર્ષ 1965માં રામ મનોહર લોહિયાએ પટનામાં રાજકીય પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. ત્યારે પટના કોંગ્રેસ વિરોધી અવાજનું એક કેન્દ્ર બની ગયુ હતુ. લોહિયાના આંદોલન બાદ નવ રાજ્યોમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.
27 ઓક્ટોબર 2013ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી મેદાન ખાતે રેલીનું આયોજન કર્યું હતું. ત્યારે ભાજપે મોદીને રાષ્ટ્રીય મંચ પર આગળ વધારવા માટે વાતાવરણ ઊભું કર્યુ હતું. પછી નીતિશે વુમ કહીને વિરોધ કર્યો કે "ગર્જનામાંથી અહંકાર ટપકે છે". જ્યારે સત્ય એ છે કે તેમની હુંકાર રેલીએ તેમને પીએમ સુધી પહોંચવાનો માર્ગ મોકળો કર્યો હતો.
2003માં લાલુ પ્રસાદ યાદવે પટનામાં એક રેલી યોજીને પરિવર્તનનું આહ્વાન કર્યુ હતુ. તે દરમિયાન લાલુ પ્રસાદ યાદવનું બિહારના રાજકારણમાં જબરદસ્ત વર્ચસ્વ હતુ. ભાજપ નેતા અટલ બિહારી વાજપાયી અને લાલકૃષ્ણ આડવાણી પણ પટનામાં રેલી યોજીને રાજકીય આંદોલન કરી ચૂક્યા છે. પટનામાં વિપક્ષની રાજકીય રૈલીઓની અસર દિલ્હીમાં સત્તાધારી સરકારને થઇ રહી છે.
આ વખત વિપક્ષોના ટોચના નેતાઓને એક સાથે લાવીને નીતિશ કુમાર 23 જૂને પટનામાં તે જ ગાંધી મેદાનમાંથી મોદી સરકારને સત્તામાંથી હટાવવાનું આહ્વાન કરશે, જ્યાંથી જેપી, લોહિયા, અટલજી અને આડવાણએ રાજકીય આંદોલનની શરૂઆત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us