BJP MP vacate bungalows : ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આ ચૂંટણીમાં પાર્ટીએ પોતાના 21 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી જે સાંસદો જીત્યા છે અને પોતાના સાંસદમાંથી રાજીનામું આપીને ધારાસભ્યમાં રહેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને 30 દિવસની અંદર દિલ્હીમાં પોતાના સરકારી બંગલા ખાલી કરવાની નોટિસ મળી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ સહિત નવ લોકસભા સાંસદોના રાજીનામા સ્વીકાર કરી લીધા છે. બે કેન્દ્રીય મંત્રી સહિત રાજીનામું આપનારા અન્ય લોકસભા સાંસદોમાં મધ્ય પ્રદેશથી રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ અને રીતિ પાઠક છે. જ્યારે રાજસ્થાનની દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મહંત બાલકનાથ, કિરોડી લાલ મીણા છે. જ્યારે છત્તીસગઢથી ગોમતી સાઈ અને અરુણ સાવે પણ રાજીનામું આપ્યું છે.
ભાજપના નેતા સી આર પાટીલના નેતૃત્વવાળી આ પેનલ આ પ્રકારના મામલાને જોવે છે, જ્યાં સાંસદોના બંગલા સાથે જોડાયેલી જવાબદારી પણ તેમની પાસે હોય છે. લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપનારા લોકોમાં પૂર્વ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરનો પણ સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ દિલ્હીમાં રહેલો બંગલો ખાલી કરવો પડશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા 2023માં મોદી સરકારના ત્રણ અસરકારક પગલા, જાણો ભાજપની રણનીતિ
બીજી તરફ પ્રધાનમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો વધારાનો હવાલો અર્જુન મુંડાને સોંપ્યો છે. જ્યારે ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરને જલ શક્તિનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શોભા કરંદલાજેને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવારને આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.