Ban ₹2000 Notes: ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુશીલ મોદીએ (Sushil Modi)રાજ્યસભામાં 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી છે. સુશીલ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે નોટબંધી પછી 2016માં લાવવામાં આવેલી 2000ની નોટોનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો આ નોટનો ઉપયોગ જમાખોરી માટે કરી રહ્યા છે. બીજેપી સાંસદે કહ્યું કે તેનો ઉપયોગ આપરાધિક ગતિવિધિઓ અને ગેરકાનૂની વેપારમાં થઇ રહ્યો છે. જેના કારણે સરકારે તેને બંધ કરી દેવી જોઈએ.
2000 રૂપિયાની નોટના દર્શન દુર્લભ – સુશીલ મોદી
બીજેપી નેતા સુશીલ મોદીએ ઉચ્ચ સદનમાં શૂન્યકાલ દરમિયાન 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બજારમાં ગુલાબી રંગની 2000 રૂપિયાની નોટના દર્શન દુર્લભ થઇ ગયા છે. એટીએમમાંથી નીકળી રહી નથી અને અફવા છે કે હવે વૈધ નથી. તેમણે કહ્યું કે સરકાર આ વિશે સ્થિતિ સ્પષ્ટ કરે.
આ પણ વાંચો – કેન્દ્રમાં અડધા ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ અને લગભગ 100 સાંસદોને બે કરતાં વધુ બાળકો છે
2016માં 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી હતી
2016માં તત્કાલિન 500 અને 1000 રૂપિયાની નોટ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ કરાયા પછી 500 અને 2000 રૂપિયાની નવી નોટ લાવવામાં આવી હતી. સુશીલ મોદીએ એ પણ કહ્યું કે જ્યારે 1000 રૂપિયાની નોટને પ્રતિબંધ કરી દીધી હતી તો 2000 રૂપિયાની નોટ લાવવાનો કોઇ મતલબ ન હતો. લોકોએ મોટા પ્રમાણમાં 2000 રૂપિયાની નોટોની જમાખોરી કરી રાખી છે. આ નોટ લોકો ફક્ત ગેરકાયદેસર વેપારમાં ઉપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ નોટનો ઉપયોગ નશીલા પદાર્થો, આતંકવાદ સહિત ઘણા અપરાધોમાં મોટા પ્રમાણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
3 વર્ષથી RBI નથી છાપી રહ્યું 2000 રૂપિયાની નોટ
8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી.આ દરમિયાન દેશમાં ચાલી રહેલી 500 અને 1000 રૂપિયાની નોટને ગેરકાયદેસર જાહેર કરીને ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના થોડાક દિવસો પછી આ નોટના સ્થાને 500 રૂપિયા અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરી હતી. બીજેપી સાંસદ સુશીલ મોદીએ ઉચ્ચ સદનમાં એ વાતનો દાવો કર્યો કે છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. આ પછી દેશમાં મોટી સંખ્યામાં 2000 રૂપિયોની નોટ મળી આવી છે.