lok sabha election 2024, BJP Rashtriya Adhiveshan, ભાજપ રાષ્ટ્રીય અધિવેશન : દિલ્હીના ભારત મંડપમમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. બે દિવસીય સંમેલનનો શનિવારથી પ્રારંભ થયો હતો. આજે બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન ભાષણ આપશે. શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન રામરાજ્યનું વિઝન સાકાર થયું છે.
પીએમ મોદી પોતાના ભાષણમાં ભાજપ સરકારના છેલ્લા 10 વર્ષના કામનો ઉલ્લેખ કરી શકે છે. આ સિવાય પીએમ મોદી ભાજપના કાર્યકરોને જીતનો મંત્ર પણ આપશે. સંમેલનમાં 2024ની લોકસભા ચૂંટણીનો રોડમેપ પણ રજૂ કરવામાં આવશે.
ભાજપ રાષ્ટ્રીય અધિવેશન : સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ‘રામરાજ્ય’નું વિઝન સાકાર થયું
શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ‘રામરાજ્ય’નું વિઝન સાકાર થયું છે.

પીએમ મોદી પોતાના ભાષણમાં છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારના કામનો ઉલ્લેખ કરી શકે છે. આ સિવાય પીએમ મોદી ભાજપના કાર્યકરોને જીતનો મંત્ર પણ આપશે. સંમેલનમાં 2024ની લોકસભા ચૂંટણીનો રોડમેપ પણ રજૂ કરવામાં આવશે.
ભાજપ રાષ્ટ્રીય અધિવેશન : અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11,500 કાર્યકરો ભાગ
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડા પ્રધાન મોદી, વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો, રાજ્યોના પ્રધાનો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11,500 કાર્યકરો ભાગ લઈ રહ્યા છે.





