/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/pm-modi-1.jpg)
ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા (તસવીર - પીએમ મોદી ટ્વિટર)
BJP National Executive Meeting: ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓની સલાહ આપી છે કે તે મુસ્લિમ સમાજ વિશે ખોટા નિવેદનો ન કરે. આ સાથે તેમણે નેતાઓને કહ્યું કે તે કાર્યકર્તાઓ સાથે સંવાદ બનાવી રાખે. પીએમ મોદીએ કહ્યું કે પાર્ટીના બધા નેતાઓએ મુસ્લિમ સમાજના પસમાંદા અને વોરા સમાજને મળવું જોઈએ. સમાજના બધા વર્ગો સાથે મુલાકાત કરો, ભલે તે વોટ આપે કે ના આપે, પણ તેમની મુલાકાત અવશ્ય કરો. ભાષા મર્યાદિત રાખો.
પ્રધાનમંત્રીએ કહ્યું - ભારતનો સર્વોત્તમ કાળ આવી રહ્યો છે, મહેનત કરો
બેઠક પુરી થયા પછી મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ નેતાઓને આહ્વાન કર્યું છે કે તે મહેનતથી પાછળ ના હટે. ભારતનો સર્વોત્તમ કાળ આવી રહ્યો છે. જેથી દેશના વિકાસમાં યોગદાન આપવા માટે બધાએ સખત મહેનત કરવી જોઈએ. અલગ-અલગ જગ્યાએ જઈને લોકોને મળો. રાષ્ટ્રવાદની અલખ દરેક સ્થળે પ્રગટવી જોઈએ. ફડણવીસે કહ્યું કે આજનું પ્રધાનમંત્રીનું ઉદ્બોધન પ્રેરક, દિશા નક્કી કરનારું અને નવી રાહ દેખાડનારું હતું. આ કોઇ રાજનીતિક ભાષણ ન હતું. તેમનું ભાષણ એક સ્ટેટ્સમેનનું ભાષણ હતું.
Pictures from the National Executive meeting in Delhi. pic.twitter.com/VVfRhm3E1d
— Narendra Modi (@narendramodi) January 16, 2023
આ પણ વાંચો - ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક નવો નારો : ‘સંતૃપ્તિનું શાસન’
કાર્યકર્તાઓને આપી જવાબદારી, કહ્યું - વધારે આત્મવિશ્વાસ ઠીક નથી
પીએમ મોદીએ પોતાના ભાષણમાં રાજસ્થાન અને છત્તીસગઢના કાર્યકર્તાઓને કહ્યું કે અતિ આત્મવિશ્વાસના કારણે આપણે ત્યાં ચૂંટણી હાર્યા. તેમણે કહ્યું કે એ વિચારવું કે મોદી આવશે, જીત જઇશું. તેનાથી કામ ચાલશે નહીં. તેમણે બધા લોકોને સંવેદનશીલ હોવાની જરૂરિયાત પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓને એક જવાબદારી પણ આપી. તેમણે કહ્યું - દેશની સરહદની નજીક ગામમાં સંગઠનને મજબૂત કરો. ચૂંટણીમાં 400 દિવસ બચ્યા છે. પુરી મહેનતથી લોકોને જોડવામાં લાગી જાવ.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે વધાર્યો
દિલ્હીમાં ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો છે. હવે તે જૂન 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ બન્યા રહેશે. 2024માં લોકસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને જોતા આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us