Maharashtra Politics: જયંત પાટીલ NCP છોડશે! ભાજપે વિડિયો પોસ્ટ કર્યો, નેતાનો વળતો જવાબ - આ નિમ્ન કક્ષાનું રાજકારણ છે

BJP NCP Jayant Patil video: ભાજપે તેના વિડિયોમાં દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રના એનસીપી નેતા જયંત પાટીલ તેમના પુત્ર પ્રતીકને રાજકારણમાં લાવવા માગે છે, પરંતુ શરદ પવાર એવું થવા દેશે નહીં.

BJP NCP Jayant Patil video: ભાજપે તેના વિડિયોમાં દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રના એનસીપી નેતા જયંત પાટીલ તેમના પુત્ર પ્રતીકને રાજકારણમાં લાવવા માગે છે, પરંતુ શરદ પવાર એવું થવા દેશે નહીં.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
NCP leader Jayant Patil

મહારાષ્ટ્ર નેશનલ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ જંયત પાટીલ( ફાઇલ ફોટો)

BJP NCP state president Jayant Patil video : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોટો દાવો કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાજ્ય એકમના વડા જયંત પાટીલ ટૂંક સમયમાં તેમની પાર્ટીમાંથી રાજીનામું આપશે. ભાજપે તેના માટે 10 કારણો આપ્યા છે. જો કે, પાટીલના કાર્યાલયે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ભાજપના નિમ્ન કક્ષાના અને ઘટીયા રાજકારણ પર કોઈ નિવેદન આપશે નહીં.

Advertisment

ભાજપે ટ્વિટર હેન્ડલ પર વિડિયો પોસ્ટ કર્યો

ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર રવિવારે 2.18 મિનિટનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પાટીલને NCPમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે. આ વિડિયોમાં તેની પાછળના 10 કારણો પણ જણાવવામાં આવ્યા છે કે શા માટે તે ટુંક સમયમાં પાર્ટી છોડી દેશે. બીજેપીનું આ પગલું ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે કોઈપણ પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયોના રૂપમાં કારણો જણાવીને આવો દાવો કર્યો નથી.

પાટીલ નેશનલ કોંગ્રેસ પાર્ટીના બીજા ક્રમના સિનિયર નેતા છે, જેમની વિરુદ્ધ આવા પ્રકારના દાવો કારયો છે. તેની પહેલા વિપક્ષના નેતા અજિત પવાર પણ પાર્ટી છોડી રહ્યા હોવાની અફવા ઉડી હતી. પવાર પહેલાથી આ વાતથી ઇન્કાર કરી ચૂક્યા છે.

ભાજપે વિડિયોમાં 10 કારણો જણાવ્યા

ભાજપ દ્વારા બનાવવામાં આવેલા અને પોસ્ટ કરાયેલા વિડિયો મુજબ, પાટીલનું NCPમાંથી બહાર નીકળવાની વાતની હવે ચર્ચા થઇ રહી છે. આમ કરવા માટે તેની પાસે 10 કારણો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે શરદ પવારે 2019થી જયંત પાટિલની અવગણના શરૂ કરી દીધી હતી. એક સમયે ગૃહ ખાતું સંભાળનાર પાટીલને સિંચાઈ ખાતું આપીને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પાટીલ સુપ્રિયા સુલે અથવા અજિત પવારના જૂથ સાથે જોડાયેલા નથી અને તેથી, પક્ષમાં તેમનું ભવિષ્ય અંધકારમય છે.

Advertisment

આ વિડિયોમાં કહેવામાં આવ્યું છે કે પાટીલ હંમેશા મહત્વાકાંક્ષી હતા અને ડેપ્યુટી સીએમ બનવાની પોતાની મહત્વાકાંક્ષા ક્યારેય છુપાવી ન હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, "સુપ્રિયા સુલેના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનવાથી અજિત પવાર નારાજ છે, જે જયંત પાટિલને પ્રાથમિકતા આપશે." તેમાં કહેવામાં આવ્યું છે કે તેમને ન તો વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે અને ન તો તેમને કોઈ રાષ્ટ્રીય જવાબદારી આપવામાં આવી છે.

તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અજિત પવાર રાજ્ય સ્તરે અને શરદ પવાર રાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેતા હોવાથી, પાટીલ માત્ર રાજ્ય એકમના પ્રમુખ છે. તેમાં ઉમેર્યું હતું કે, "જો શરદ પવાર પણ નિવૃત્ત થાય છે, તો જયંત પાટીલ જેવા વરિષ્ઠ નેતા માટે સુપ્રિયા સુલે અને અજિત પવાર હેઠળ કામ કરવું મુશ્કેલ બનશે."

જયંત પાટીલ તેમના પુત્ર પ્રતીકને રાજકારણમાં લાવવા ઉત્સુક

વધુમાં આ વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાટીલ તેમના પુત્ર પ્રતીકને રાજકારણમાં લાવવાની ઉત્સુક હોવા છતાં શરદ પવાર તેમ થવા દેશે નહીં. પાટીલના કાર્યાલયે કહ્યું કે તેઓ ભાજપ દ્વારા આવા નિમ્ન કક્ષાના રાજકારણ પર પ્રતિક્રિયા આપવા માંગતા નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, "યોગ્ય સમયે યોગ્ય મંચ પરથી તેનો જવાબ આપવામાં આવશે."

શરદ પવાર મહારાષ્ટ્ર politics ભાજપ