scorecardresearch

રાહુલ ગાંધી પર કોર્ટના નિર્ણય બાદ BJPની પ્રેસ કોન્ફરન્સ, સંબિત પાત્રા બોલ્યાઃ ગાંધી પરિવારનો ઘમંડ ટૂટ્યો

BJP press on rahul gandhi defamation case : કોર્ટના નિર્ણય આવ્યા બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આને ઓબીસી વર્ગ અને ભારતના સામાન્ય નાગરિકની જીત ગણાવતા કહ્યું કે આનાથી ગાંધી પરિવારનો ઘમંડ તૂટી ગયો છે.

rahul gandhi, rahul gandhi defamation case
ભાજપ પ્રવસ્તા સંબિત પાત્રા, (Photo credit-ANI)

Rahul Gandhi Case: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજીને સુરતની સેશન્સ કોર્ટે ગુરુવારે 20 એપ્રિલના રોજ ફગાવી દીધી હતી. કોર્ટે 2 વર્ષની સજાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. કોર્ટના નિર્ણય આવ્યા બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આને ઓબીસી વર્ગ અને ભારતના સામાન્ય નાગરિકની જીત ગણાવતા કહ્યું કે આનાથી ગાંધી પરિવારનો ઘમંડ તૂટી ગયો છે.

કોંગ્રેસ નેતા અને મીડિયા પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે કાયદા અંતર્ગત અમારા માટે ઉપલબ્ધ દરેક વિકલ્પોની શોધ ચાલું રાખીશું. આ મામલાને લઇને અભિષેક મનુ સિંધવી સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

દેશમાં બંધારણનું રાજ છે

ભાજપના પ્રવક્તા સંબિ પાત્રાએ કોર્યના નિર્ણયના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આજના આ નિર્ણયથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ દેશમાં બંધારણનું જ રાજ છે. પરિવારનું રાજ નથી. કોઇપણ પરિાર માટે અલગ ટ્રીટમેન્ટ ન હોઇ શકે.

સંબિત પાત્રાએ આગળ કહ્યું કે કોંગ્રેસ અને તૃષ્ટિકરણ પર્યાયવાચી છે. અને કર્ણટાકના લોકો અને આખો દેશ આ બાબતને સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે જે પછાત વર્ગ માટે રાહુલ ગાંધીના આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમણે ગાળો દેવોનું કામ કર્યું હતું.

આ બધું કરીને ગાંધી પરિવારના લોકોને એવું લાગતું હતું કે તે બચીને નીકળી જશે. પરંતુ આવું ન થઈ શક્યું. કોર્ટના આ નિર્ણયથી ગાંધી પરિવારના મોંઢા પર તમાચો પડ્યો છે. આજે સુરતની કોર્ટથી એ સાબિત થાય છે કે કાયદો દરેક માટે બરાબર છે.

હાઇકોર્ટના શરણે જશે રાહુલ ગાંધી

રાહુલ ગાંધી હવે કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. સેશન કોર્ટ જજ આર.પી. મોગેરાએ ગુરુવારની અરજી પર નિર્ણય સંભળાવતા માત્ર એક શબ્દ કહ્યો હતો કે ‘ડિસમિસ’

આ મામલાને લઇને ત્રણ એપ્રિલે રાહુલ ગાંધી તરફથી સેશંસ કોર્ટમાં અપિલ દાખલ કરવામાં આવી હતી. અને 13 એપ્રિલે સેશંસ કોર્ટમાં સુનાવણી કરી હતી જ્યાં કોર્ટે આ નિર્ણયને 20 એપ્રિલ સુધી સુરક્ષિત રાખ્યો હતો.

Web Title: Bjp press conference after surat sessions court rahul gandhi defamation case

Best of Express