BJP Rajya Sabha : એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત બાદ પણ રાજ્યસભામાં ભાજપનો રસ્તો મુશ્કેલ! હજુ બહુમતની કોઈ શક્યતા નહીં

BJP Rajya Sabha Seats : ભાજપ લાંબા સમયથી રાજ્યસભામાં સદી ફટકારવાની રાહ જોઈ રહ્યું છે. પરંતુ ભાજપે હજુ રાહ જોવી પડશે. તો જોઈએ ભાજપ અને એનડીએ (NDA) પાસે હાલ કેટલી બેઠક.

Written by Kiran Mehta
December 06, 2023 15:34 IST
BJP Rajya Sabha : એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત બાદ પણ રાજ્યસભામાં ભાજપનો રસ્તો મુશ્કેલ! હજુ બહુમતની કોઈ શક્યતા નહીં
ભાજપ પાસે રાજ્યસભામાં બેઠક કેટલી?

BJP Rajya Sabha : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની શાનદાર જીત છતાં રાજ્યસભામાં સત્તાધારી પક્ષના સભ્યોની સંખ્યા એટલી વધશે નહીં કે, તે રાજ્યસભામાં બહુમતી મેળવી શકે. આ ત્રણેય રાજ્યોમાં રાજ્યસભાની કુલ 26 બેઠકો છે. તેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ 11, રાજસ્થાનમાં 10 અને છત્તીસગઢની પાંચ બેઠકોનો સમાવેશ થાય છે.

હાલમાં મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની આઠ બેઠકો ભાજપ અને ત્રણ કોંગ્રેસ પાસે છે. રાજસ્થાનમાં છ સભ્યો કોંગ્રેસના અને ચાર સભ્યો ભાજપના છે. તો, છત્તીસગઢમાં કોંગ્રેસ પાસે ચાર બેઠકો પર એક સાંસદ છે અને એક બેઠક પર ભાજપ પાસે એક સાંસદ છે. ત્રણ રાજ્યોની કુલ 26 રાજ્યસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે સમાન 13-13 સાંસદો છે.

ભાજપ લાંબા સમયથી રાજ્યસભામાં સદી ફટકારવાની રાહ જોઈ રહ્યું છે. જો કે આ માટે ભાજપે હજુ પણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ રાહ જોવી પડશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો બાદ બનેલા સમીકરણ મુજબ કોંગ્રેસને કુલ 26 બેઠકોમાંથી ત્રણ કે ચાર બેઠકો મળી જશે. કોંગ્રેસ પાસે રહેલી 9-10 બેઠકો ભાજપને હવે જશે. જો કે, કોંગ્રેસની આ તમામ બેઠકોમાંથી 2024 માં એક બેઠક, 2026 માં પાંચ બેઠકો અને 2028 માં બાકીની બેઠકો ખાલી થશે. ભાજપે પોતાની તાકાત વધારવા અને આ ત્રણ રાજ્યોમાંથી રાજ્યસભાની બેઠકો મેળવીને સદી ફટકારવા માટે ઓછામાં ઓછી 2026 સુધી રાહ જોવી પડશે.

આગામી વર્ષે રાજ્યસભામાં 69 બેઠકો ખાલી થશે. તેમાંથી 56 બેઠકો લોકસભા ચૂંટણી પહેલા એપ્રિલમાં જ ખાલી થઈ જશે. સંસદના ઉપલા ગૃહમાં 239 સભ્યો છે. હાલમાં ભાજપ ઉપલા ગૃહમાં 94 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાસે હાલમાં 108 સાંસદો છે. તે પછી 30 સભ્યો સાથે કોંગ્રેસ અને 13 સભ્યો સાથે તૃણમૂલ કોંગ્રેસ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

ભાજપ ઉપલા ગૃહમાં 30 બેઠકો જાળવી રાખે તેવી શક્યતા છે, જે આવતા વર્ષે એપ્રિલમાં ખાલી થશે. કોંગ્રેસ પોતાની બેઠકો જાળવી રાખશે. સાથે તેને તેલંગાણામાંથી વધારાની બે બેઠકો મળશે. તેલંગાણામાં કોંગ્રેસે બીઆરએસને હરાવીને વિધાનસભા ચૂંટણી જીતી છે. જે સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થશે, તેમાં રાજસ્થાનથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાજસ્થાનથી જ પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતમાંથી રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે.

ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાંથી વધુ બેઠકો મેળવશે, જે રાજ્યોમાં તે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હટાવીને સત્તામાં આવી હતી. આગામી વર્ષોમાં પાર્ટીને વધારાની બેઠકો મળશે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી અને ડીએમકેના 10-10 સભ્યો છે, જ્યારે બીજુ જનતા દળ અને YRS કોંગ્રેસ પાર્ટીના નવ-નવ સભ્યો છે. ઉપલા ગૃહમાં BRS ના સાત સભ્યો છે, રાષ્ટ્રીય જનતા દળના છ અને જનતા દળ (AKI) અને CPI (M) ના પાંચ-પાંચ સભ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની સૌથી વધુ 31 બેઠકો છે, ત્યાં મધ્ય પ્રદેશની 11 બેઠકો, રાજસ્થાનની 10 બેઠકો, તેલંગાણાની સાત બેઠકો અને છત્તીસગઢની પાંચ બેઠકો છે.

આ પણ વાંચોTelangana CM Anumula Revanth Reddy | અનુમુલા રેવન્ત રેડ્ડી : ઉગ્રપણે વફાદાર અને વિશ્વાસુ, તેલંગાણાના નવા મુખ્યમંત્રીની અગ્નિ પરીક્ષા

સભ્યોને છ વર્ષની મુદત માટે નામાંકિત કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે, બંધારણ મુજબ, ભારતની સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની વાસ્તવિક સભ્યતા 245 સભ્યો સુધી મર્યાદિત છે. તેમાંથી 233 સભ્યો રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે. તો 12 સભ્યો કલા, સાહિત્ય, જ્ઞાન અને સેવાઓમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. આ સભ્યોને છ વર્ષની મુદત માટે નામાંકિત કરવામાં આવે છે. આમાંથી એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ