ભાજપે 4 રાજ્યમાં પ્રમુખ પ્રદેશ બદલ્યા, જાતિ અને આંતરિક રાજકારણને સંતુલિત કરવાનો પ્રયાસ

Bjp State Party President : ભાજપે રાજસ્થાન, દિલ્હી, બિહાર અને ઓડિશામાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ બદલીને ભાજપે જાતિ અને આંતરિક રાજકારણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો.

Bjp State Party President : ભાજપે રાજસ્થાન, દિલ્હી, બિહાર અને ઓડિશામાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ બદલીને ભાજપે જાતિ અને આંતરિક રાજકારણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
BJP State Party President

(ડાબેથી જમણે) ભાજપના નવા પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા (દિલ્હી), સી પી જોશી (રાજસ્થાન), મનમોહન સામલ (ઓડિશા) અને સમ્રાટ ચૌધરી (બિહાર).

(લીઝ મેથ્યુ) ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે રાજસ્થાન, ઓડિશા, બિહાર અને દિલ્હીના નવા પ્રદેશ પ્રમુખોની ઘોષણા કરી છે. આ સાથે જ તેમણે વિપક્ષ શાસિત રાજ્યોમાં આંતરિક રાજકારણ અને જાતિ આધારિત સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.

Advertisment

વાત કરીયે તો રાજસ્થાન અને દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં મુખ્ય ચિંતા જૂથવાદગ્રસ્ત પક્ષમાં એકતા હોવાનું દેખાઇ રહ્યું છે, બિહારમાં ભાજપે પરંપરાગત રીતે JD(U) સુપ્રીમો નીતીશ કુમારને મત આપતી જાતિમાંથી એક મજબૂત અને લોકપ્રિય નવો ચહેરો પસંદ કર્યો છે. તો ઓડિશામાં, તે એક વફાદાર જન સમર્થન આધાર બનાવવાની આશા સાથે એક OBC નેતા મનમોહન સામલને પ્રમુખ પ્રદેશ તરીકે પસંદ કર્યા છે.

રાજસ્થાનમાં સતીશ પુનિયાને હટાવી ચિત્તોડગઢના લોકસભા સાંસદ સીપી જોશીને ભાજપે પ્રમુખ પ્રદેશ બનાવ્યા છે. દિલ્હીમાં આદેશ ગુપ્તાએ ડિસેમ્બરમાં MCD ચૂંટણીમાં હાર બાદ રાજીનામું આપ્યું ત્યારથી વીરેન્દ્ર સચદેવા કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેનો હવાલો સંભાળી રહ્યા છે, હવે તેમને પૂર્ણ-સમયના રાજ્ય પ્રમુખ બનાવવામાં આવ્યા છે . બિહારમાં રાજ્ય વિધાન પરિષદના વિપક્ષના નેતા અને કુશવાહ નેતા સમ્રાટ ચૌધરીને પ્રદેશ પ્રમુખના સ્થાને બેસાડવામાં આવ્યા છે, અત્યાર સુધી લોકસભાના સાંસદ સંજય જયસ્વાલ આ જવાબદારી સંભાળી રહ્યા હતા. તો ભાજપે ઓડિશામાં ભૂતપૂર્વ મહેસૂલ મંત્રી મનમોહલલ સામલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે.

રાજસ્થાનમાં પ્રમુખ પ્રદેશ સીપી જોશીની નિમણૂક કરાઇ છે જ્યાં ભાજપ સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે. પ્રદેશ પ્રમુખના પરિવર્તનને રાજ્યના પ્રદેશ એકમને જોડી રાખવા માટે કેન્દ્રીય નેતૃત્વના છેલ્લા પ્રયાસ તરીકે જોવામાં આવે છે. મૃદુભાષી જોશીને RSSમાંથી આવતા મજબૂત બ્રાહ્મણ નેતા તરીકે જોવામાં આવે છે. સુત્રોનુ કહેવુ છે કે, રાજ્યનું પ્રદેશ એકમ કોઈ પણ મોટા નેતા પ્રત્યે વિશ્વાસ ધરાવતું નથી.

Advertisment

ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ અત્યાર સુધી જાળવી રાખ્યું છે કે પાર્ટી આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર મત માંગશે. જો કે, પાર્ટી પાસે એવા નેતાઓની એક યાદી છે જેઓ ટોચ પર રહેવા માંગે છે, જેમાં પૂર્વ સીએમ વસુંધરા રાજે અને પૂનિયા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો સમાવેશ થાય છે.

જોશીની પસંદગીને એક મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે કે કેન્દ્રીય નેતૃત્વ રાજેને દૂર રાખવામાં સક્ષમ નથી. રાજે જૂથે પુનિયા સામે લાંબા સમયથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આરોપ લગાવ્યો છે કે રાજ્ય પ્રદેશ એકમ તેમને મહત્વપૂર્ણ નિર્ણયો તેમજ કાર્યક્રમોથી દૂર રાખે છે. જોશી રાજે માટે વધુ સ્વીકાર્ય હોઈ શકે, જેમના સમર્થન આધારને ભાજપ આગેવાનો અવગણી શકે નહીં. અગાઉ, રાજે માટે દુશ્મનાવટ ધરાવતા અન્ય નેતા ગુલાબચંદ કટારિયાને આસામના ગવર્નર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

જોશીની જેમ સચદેવા પણ સંકટગ્રસ્ત દિલ્હી પ્રદેશ એકમમાં એકતા લાવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. દિલ્હીના બીજેપી સાંસદે કહ્યું કે, આ તેમની માટે શ્રેષ્ઠ દાવ છે. “ભાજપ પાસે રાજ્યમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ છે, અને અમારી પાસે એક સારા નેતાની કમી છે જે દરેકને એક સાથે રાખી શકે. સચદેવા આ કામગીરી કરે તેવી અપેક્ષા છે," એવું સાંસદે જણાવ્યું હતું.

બિહારમાં ભાજપના તેના જૂના સાથી જેડી(યુ) એ મહાગઠબંધન તરફ આગળ વધવા માટે સંબંધો તોડી નાખ્યા પછી સત્તા ગુમાવી ત્યારે બીજેપીને મોટો આંચકો લાગ્યો હતો, ચૌધરી માત્ર નીતીશના પરંપરાગત કુર્મી-કોરી બેઝને જ નહીં પરંતુ આરજેડીના યુવા નેતા તેજસ્વી યાદવને કટ્ટર સ્પર્ધા આપે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ રાજસ્થાન : ભાજપે ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ બદલ્યા, કોણ છે ચંદ્ર પ્રકાશ જોશી અને પાર્ટીને કેવી રીતે ફાયદો કરાવશે

ઓડિશામાં નવા પ્રદેશ પ્રમખ પદે મનમોહન સામલની નિમણુંક કરાઇ છે, અલબત્ત તેમણે અગાઉ પણ આ પદ સંભાળ્યું હતું. તેઓ ABVPના નેતા પણ રહી ચૂક્યા છે અને તાજેતરની ધામનગર પેટાચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય તેમને જાય છે. સામલ એક OBC નેતા સાથે છે અને ભાજપને આશા છે કે આ રાજ્યમાં OBC વોટ બેંક હાંસલ કરશે. રાજ્યની વસ્તીમાં 50 ટકાથી વધુ લોકો ઓબીસી હોવાનો અંદાજ છે, એવા સમયે જ્યારે શાસક બીજેડી પણ પછાત વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

દિલ્હી ચૂંટણી 2023 એક્સપ્રેસ એક્સપ્લેન bihar politics Express Exclusive દેશ ભાજપ