scorecardresearch

ભાજપમાં ફેરફાર: રાજસ્થાનમાં સરપ્રાઇઝ, બ્રાહ્મણ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા

Rajasthan BJP : બીજેપીએ ગુરુવારે તેમના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના સ્થાને ચિત્તોડગઢના લોકસભા સાંસદ ચંદ્ર પ્રકાશ જોશીને નિયુક્ત કર્યા

CP Joshi
બીજેપીએ લોકસભા સાંસદ ચંદ્ર પ્રકાશ જોશીને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા

હમઝા ખાન : રાજસ્થાનમાં ચૂંટણીના આઠ મહિના પહેલા એક સરપ્રાઇઝ રીતે બીજેપીએ ગુરુવારે તેમના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના સ્થાને ચિત્તોડગઢના લોકસભા સાંસદ ચંદ્ર પ્રકાશ જોશીને નિયુક્ત કર્યા છે. એક બ્રાહ્મણ નેતા જોશીના મૂળ આરએસએસમાં છે. તેઓ એબીવીપીથી શરૂ કરીને ચિત્તોડગઢમાં તેમની કોલેજમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે, ભદેસરમાં જિલ્લા પરિષદના સભ્યપદ અને ઉપ-પ્રધાન પદ પર સુધી પહોંચ્યા હતા. પંચાયત સમિતિ અને તેના અધ્યક્ષ બન્યા પહેલા રાજસ્થાન ભારતીય જનતા યુવા મોરચા (BJYM) રાજસ્થાનમાં ઘણા પદો પર રહ્યા છે.

2014માં દેશભરમાં નરેન્દ્ર મોદીની લહેરમાં જોશી ચિત્તોડગઢથી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે 3.16 લાખ મતોથી બેઠક જીતી હતી. 2019માં તેઓ ફરી જીત્યા હતા. કોંગ્રેસના હરીફ ગોપાલ સિંહ શેખાવત પર પોતાની જીતના માર્જિનને વધારીને 5.76 લાખ મતો કર્યા હતા. તે ચૂંટણીમાં રાજ્યમાં આ બીજી સૌથી મોટી જીત હતી. ભીલવાડામાંથી ભાજપના સુભાષ ચંદ્ર બહેરિયાએ 6.12 લાખ મતોથી જીત મેળવી હતી.

જોશી ઓગસ્ટ 2020થી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. ચૂંટણીના વર્ષમાં ભાજપે બ્રાહ્મણ નેતાના રૂપમાં જોશીના મૂલ્યનો લાભ લેવાનો પ્રયત્ન કરી શકે છે. રાજસ્થાનમાં ચાર બ્રાહ્મણ સીએમ રહ્યા છે, જે એક સમુદાયમાંથી સૌથી વધુ છે. જોકે અંતિમ સીએમ ત્રણ દાયકા પહેલા હતા. ભાજપના આ પહેલાના પ્રદેશ પ્રમુખ પુનિયા જાટ છે. આ સમુદાયની સંખ્યા બ્રાહ્મણો કરતાં ઘણી વધારે છે છતા રાજસ્થાનમાં તેમનો ક્યારેય કોઇ મુખ્યમંત્રી રહ્યો નથી.

હાલમાં રાજસ્થાન ભાજપમાં બ્રાહ્મણ પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે ખાલીપો છે. રાજસ્થાન ભાજપમાં છેલ્લે ઘનશ્યામ તિવારી કદાવર બ્રાહ્મણ નેતા હતા, જે છ વખત ધારાસભ્ય રહ્યા હતા. જેમણે તત્કાલીન બીજેપીના સીએમ વસુંધરા રાજે સાથેના મતભેદો પછી પક્ષ છોડી દીધો હતો અને પાર્ટી બનાવી હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તિવારીની પાર્ટી છાપ છોડવામાં નિષ્ફળ ગયા પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે આ પછી તેઓ ફરી ભાજપમાં પાછા ફર્યા હતા અને પાર્ટીએ તેમને ગયા વર્ષે રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.

47 વર્ષના જોશી ઘણા નાના છે, જેમાં પૂનિયા પણ સામેલ છે જે 58 વર્ષના છે. સપ્તાહના અંતે યોજાયેલી બ્રાહ્મણ મહાપંચાયતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ભાજપ માટે સમુદાયના નવા ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા હતા. જોકે, અશ્વિની વૈષ્ણવ કરતા જોશી વધારે મજબૂત છે. જેમાં એ તથ્ય પણ સામેલ છે કે તે કેન્દ્રીય મંત્રીની સરખામણીમાં એક સંગઠનના માણસ છે. જ્યારે અશ્વિની વૈષ્ણવ તેમની મોટાભાગની કારકિર્દીમાં સરકારી અધિકારી રહ્યા છે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા, હવે તેમના સાંસદ પદનું શું થશે? શું કહે છે કાયદો

મહાપંચાયતના વક્તાઓમાંના એક જોશી હતા. ગર્વથી તેમણે સભાને કહ્યું કે રાષ્ટ્ર અને વિશ્વ સંમત છે કે જો કોઈ વિશ્વનું સંચાલન કરે છે તો તે દેવતાઓ છે અને તે મંત્રો છે જે દેવતાઓને ચલાવે છે. આ મંત્રોનો પાઠ કોણ કરે છે? તે બ્રાહ્મણ સમુદાય છે. તેથી આ સમુદાયને આપવામાં આવેલ સન્માન અકારણ નથી.

બ્રાહ્મણોના વધુ વખાણ કરતાં તેમણે કહ્યું કે સમુદાયના ક્રાંતિકારીઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી આગળ હતા. આ પ્રસંગે, જોશીએ સમુદાય માટે ત્રણ સંદેશા આપ્યા હતા, જેમાંથી કેટલાક હવે ફળીભૂત થઈ શકે છે કારણ કે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા છે. બ્રાહ્મણોએ પગ ખેંચવાનું બંધ કરવું જોઈએ અને એકબીજા સામે ખરાબ બોલવાનું બંધ કરવું જોઈએ. બીજુ જો કોઈ અધર્મી કોઈ હિન્દુની દીકરી સાથે અત્યાચાર કરે છે તો ભગવાન પરશુરામના પુત્રોએ ઊભા રહેવું જોઈએ. ત્રીજુ જો આપણા સમાજના ગરીબની કોઈ દીકરી કન્યાદાન કે શિક્ષણથી વંચિત હોય તો આપણા લોકોએ તેનો હાથ પકડીને આગળ વધવામાં મદદ કરવી જોઈએ.

મહાપંચાયત પહેલા જોશી છેલ્લે નવેમ્બર 2022માં એક સરકારી કર્મચારીને થપ્પડ મારવા બદલ સમાચારમાં આવ્યા હતા. કર્મચારીએ કથિત રીતે એક વ્યક્તિ પાસેથી લાંચ માંગી હતી.

ગુલાબ ચંદ કટારિયા પછી, પુનિયા બીજા નેતા છે જેમને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સાથે અણબનાવ હતો અને તેમને દૂર કરવામાં આવ્યા છે. ગત મહિને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કટારિયાને આસામના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા.

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટીના રાજસ્થાન પ્રભારી અરુણ સિંહે જોકે કહ્યું હતું કે પૂનિયા રાજ્યની યોજનાના ભાગ છે. તેમનું અસરકારક નેતૃત્વ ભવિષ્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. જ્ઞાતિ ઉપરાંત જોશી બીજેપી માટે પ્રદેશ પ્રમાણે પણ ફિટ બેસે છે. કટારિયાની જેમ તે પણ રાજસ્થાનના મેવાડ વિસ્તારથી સંબંધ ધરાવે છે.

Web Title: Bjp surprise in rajasthan brahmin leader cp joshi brought in as state chief

Best of Express