ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં વધુ એક યુવા મહિલા નેતા નેતાની એન્ટ્રી થઇ છે અને તેઓ આ રાજકીય પક્ષના દિગ્ગજ સ્વર્ગીય નેતાના સંતાન છે. આ યુવા મહિના નેતાનું નામ છે બાંસુરી સ્વરાજ, જેઓ ભાજપના સ્વ. નેતા સુષમા સ્વરાજના પુત્રી છે. બીજીપીએ બાંસુરી સ્વરાજને દિલ્હી ભાજપ એકમના કાયદા વિભાગના કો-કન્વરી તરીકે નિમણુંક કર્યા છે. આ સાથે બાંસુરી સ્વરાજની રાજકારણમાં એન્ટ્રી થઇ ગઇ છે. ઉલ્લખનિય છે કે, બાંસુરી સ્વરાજ સુપ્રીમ કોર્ટના વકીલ છે.
બાંસુરી સ્વરાજે તેમની નિમણુંક કરવા બદલે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓનો આભાર માન્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યુંછે કે, ‘ભાજપ દિલ્હી પ્રદેશના કાયદા વિભાગના કો- કન્વરી રીકે પાર્ટીની સેવા કરવાની તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, બીએલ સંતોષ, વિરેન્દ્ર સચદેવા અને ભાજપના અન્ય નેતાઓની આભારી છું.’
બાંસુરી સ્વરાજનો દિલ્હીમાં જન્મ અને વિદેશમાં અભ્યાસ
બાંસુદી સ્વરાજ કૌશલનો જન્મ વર્ષ 1984માં 3 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ સ્વરાજ કૌશલ અને માતાનું નામ સુષ્મા સ્વરાજ છે.
બાંસુરી સ્વરાજે વારવિક વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી અને લંડનમાં બીપીપી લો સ્કૂલથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ કાયદામાં બેરિસ્ટરની ડિગ્રી પણ ધરાવે છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સ્ટડીઝ પુરી કરી છે. તેમણે અદાલતમાં રિયલ એસ્ટેટ, ટેક્સ અને કોન્ટ્રાક્ટ સહિત વિવિધ કેસો લડ્યા છે. બાંસુરી સ્વરાજે 2007માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને વકીલાતનો 16 વર્ષનો અનુભવ ધરાવે છે. બાંસુરી સ્વરાજ લગ્ન કર્યા નથી.

રાજકારણમાં એન્ટ્રીને લઇને અટકળો તેજ
બાંસુરી સ્વરાજ ભાજપના નેતા સ્વ. સુષ્મા સ્વરાજના પુત્રી છે. હાલ દિલ્હી એકમના કાયદા વિભાગના કો- કન્વિનર બનાવવામાં આવ્યા છે. હવે વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે બાંસુરી સ્વરાજને ટિકિટ મળવા અંગે અટકળો તેજ થઇ ગઇ છે.
સુષ્મા સ્વરાજનું 2019માં નિધન
ભાજપના સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટ, 2019ના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ સુષ્મા સ્વરાજ ભારતના વિદેશ મંત્રી બનનાર બીજા મહિલા નેતા હતા. તેઓ વર્ષ 2014 થી 2019 દરમિયાન ભાજપના વિદેશ મંત્રી પદે રહ્યા હતા. ભાજપના આ દિગ્ગજ નેતા વર્ષ 1998માં માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળા માટે દિલ્હીના મુખ્યમંત્રી બનનાર પ્રથમ મહિલા નેતા હતા.