/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-28.jpg)
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ અધીનામ પાસેથી સેંગોલનું સ્વાગત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઈ)
(અરુણ જનાર્દનન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટનના સમયે મુખ્ય ભૂમિકામાં તમિલનાડુના મઠ કે અધિનામના પૂજારીઓએ હતા. આ એક સંકેત છે કે ભાજપ રાજ્યમાં પ્રવેશ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહી છે. તેને આશા છે કે આવી ક્રિયાઓ તેને આગળ વધવામાં મદદ કરશે. જો કે, રાજ્યની સંસ્કૃતિના તમામ પાસાઓ પ્રત્યે એક બાજુ ભાજપનું વલણ વિરોધી જેવું હોય છે, ત્યાં મઠો-મંદિરોની કહાણી એટલી સરળ દેખાતી નથી, જેટલુ આ રાજકીય પક્ષ માને છે.
રાજ્યના ઇતિહાસ પર તેમની પકડ ધાર્મિક કરતાં વધારે સાંસ્કૃતિક છે
પડોશી કર્ણાટકમાં મઠ રાજકીય રીતે પ્રભાવશાળી છે, પરંતુ તમિલનાડુના ઇતિહાસ પર તેમની પકડ ધાર્મિક કરતાં સાંસ્કૃતિક વધારે છે. મધ્યકાલીન યુગની આસપાસ ચોલ વંશના પતન પછી તમિલનાડુમાં મઠોનો ઉદભવ પ્રદેશની સંસ્કૃતિ અને ભાષાના રક્ષકો તરીકે થયો હતો. રાજ્યમાં તેમની સંખ્યા 30 થી 40 છે, પરંતુ માત્ર 20 સક્રિય છે. આને અધિનામ કહેવામાં આવે છે. આ બિન-બ્રાહ્મણ શૈવ વંશીય છે.
ભક્તિ આંદોલન બાદ તમિલનાડુ અને થોડા અંશે કેરળમાં મઠો સંસ્થાઓમાં ફેરવાઈ ગયા. હવે તેઓએ પોતાની જાતને વ્યક્તિવાદી નેતૃત્વને બદલે ધાર્મિક અથવા તેના સંપ્રદાય તરીકે નવી ઓળખ આપી. જો કે, ભક્તિ આંદોલનના ઉદાર, લોકતાંત્રિક ચરિત્ર ગુમાવ્યુ નથી.
ધીમે ધીમે, વિશિષ્ટ સમુદાયોની સાતે અલગ-અલગ અધીનમ પ્રખ્યાત થવા લાગ્યા હતા. જેમ કે શૈવ પિલ્લઇ અને મુદલિયારની સાથે થિરુવદુથુરાઇ અને મદુરૈ અધીનમ, ગૌંડરની સાથે પેરુર અને સિરુર અને ચેટ્ટિયારની સાથે કુંદ્રાકુડી વગેરે.
મંદિરોના સંચાલના ઉપરાંત મઠોના શૈવ દર્શન અને તમિલ સાહિત્યને પ્રોત્સાહન આપ્યુ, તેમજ તાડના પાંદડાની દૂર્લભ પાંડુલિપિઓનો જીર્ણોદ્વાર અને પ્રકાશન કર્યું. વૈષ્ણવ મઠોથી વિપરીત તેઓએ તમિલ સાહિત્ય પર કામ કરવાની અને દસ્તાવેજીકરણ કરવાની સારી પરંપરા સાથે તે ભૂમિકાને જાળવી રાખી છે. પરંતુ, તેમણે સંશાધનો મેળવ્યા હોવા છતાં, દ્રવિડિયન વિચારધારાના પ્રભાવને કારણે અધિનમની તામિલનાડુમાં રાજનીતિ પરની પકડ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી, જે ધાર્મિક પ્રથાઓ માટે અભિશાપ સમાન હતી.
જો કે, એવા પણ મઠો છે જે રાજકારણમાં ભળી ગયા છે. આમાંનું સૌથી પ્રસિદ્ધ કાંચી મઠ છે, જે તત્કાલીન મુખ્યમંત્રી જય જયલલિતાની હત્યા અને તેના વડાની ધરપકડ બાદ એક દાયકા કરતાં વધુ સમય સુધી હેડલાઇન્સમાં રહ્યું હતું. કુંદ્રાકુડી અધિનમના વડા કુંદ્રાકુડી અદિગલ આધ્યાત્મિક તેમજ દ્રવિડિયન નેતા હતા અને પોતાને પેરિયારના અનુયાયી તરીકે ઓળખાવતા હતા.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us