/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-65.jpg)
જમ્મુમાં, ગુરુવાર, 8 જૂન, 2023 ના રોજ, તિરુપતિ બાલાજી મંદિરના ઉદ્ઘાટન દરમિયાન જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ સાથે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે (10 જૂન) મોદી સરકારના નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરીને આંધ્રપ્રદેશની તેમની એક દિવસીય મુલાકાતની શરૂઆત કરી હતી.
આ પૂર્વ ગત અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને જિતેન્દ્ર સિંહ જમ્મુ અને કાશ્મીરમાં બાલાજી તિરુપતિ મંદિરના ઉદ્ઘાટન માટે જમ્મુ ગયા હતા, જેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો.
થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફ઼ડણવીસે નવી મુંબઇમાં એક મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભાજપ નેતાઓની આવી કામગીરી દેખાડે છે કે ભાજપ તિરૂપતિ બાલાજીના સહારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિને સાંધવાનો પ્રયાસ કરી રહી છે.
તિરુપતિનાભક્તિ સાથે ભાજપની આગેકૂચ
એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદને તિરુપતિ સાથે જોડવા માટે સિકંદરાબાદ એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી હતી. બંને શહેરો વચ્ચેનો પ્રવાસ સમય લગભગ સાડા ત્રણ કલાક ઘટાડવાના પ્રયાસમાં આ પગલું લેવામાં આવ્યું હતું. આવા અનેક નિર્ણયો દ્વારા ભાજપે તિરુપતિ બાલાજીના ભક્તોને જોડવાનો પૂરો પ્રયાસ કર્યો છે. સમગ્ર ભારતમાં તિરુપતિ મંદિરનું ઘણું મહત્વ છે. આ સાથે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો પણ દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે. દરરોજ સરેરાશ 70,000 લોકોની અવર-જવર થતી રહે છે.
મંદિર નિર્માણમાં 33.22 કરોડનો ખર્ચ
જમ્મુ- કાશ્મીરમાં તિરૂપતિ બાલાજી મંદિરના નિર્માણ પાછળ 33.22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તિરૂપતિ બાલાજી દેવસ્થાન દ્વારા આંધ્રપ્રદેશની બહાર નિર્માણ કરાયેલુ આ છઠ્ઠુ મંદિર છે. તે અગાઉ વર્ષ 2019માં હૈદરાબાદ અને કન્યાકુમારીમાં એક-એક તેમજ વર્ષ 2022માં ભુવનેશ્વરમાં તિરૂપતિ બાલાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. દિલ્હી અને ચેન્નઇ સ્થિત બાલાજી મંદિર ઘણા જુના છે. અલબત્ત ચેન્નઇમાં આ વર્ષેની શરૂઆતમાં ટીટીડી દ્વારા એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.
કલમ- 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં મંદિર નિર્માણ
તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD) ના પ્રમુખ વાયવી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે તેઓ અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં બાલાજી મંદિર બનાવી શક્યા ન હતા, કારણ કે જમીન સંપાદન મુશ્કેલ હતું. પરંતુ કલમ 370 નાબૂદ કર્યા પછી અને નિયંત્રણો હળવા કર્યા પછી અમને કેન્દ્ર શાસિત રાજ્યના વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવાની સલાહ આપવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 62 એકર જમીન ફાળવવામાં આવ્યા બાદ 2021 માં શિલાન્યાસ સમારોહ યોજાયો હતો અને મંદિર બે વર્ષમાં તૈયાર થઈ ગયું હતું. તેના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી ઉપરાંત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા હાજર રહ્યા હતા.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us