/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Israel-embassy-blast.jpg)
દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ પાસે બ્લાસ્ટની જાણકારી મળી છે (તસવીર - એએનઆઈ)
Israel Embassy Blast : દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ પાસે બ્લાસ્ટની જાણકારી મળી છે. ઇઝરાઇલ દૂતાવાસની પાછળ એક ખાલી પ્લોટમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે. બ્લાસ્ટની જાણ થતાં જ સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને વિસ્તારને પોતાના કબ્જામાં લઇ લીધો હતો. એક વ્યક્તિએ પીસીઆરને ફોન કરીને બ્લાસ્ટની જાણકારી આપી હતી અને તે બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન ઇઝરાયેલના એમ્બેસેડરના નામે લખાયેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
સાંજે 5:30 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો
આ વિસ્ફોટ સાંજે 5:30 વાગ્યાની આસપાસ થયો હતો. આ સમાચાર પોલીસને મળતા જ તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હવે બ્લાસ્ટ કેવી રીતે અને કેમ થયો તેની તપાસ પોલીસ કરી રહી છે. બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસની ફોરેન્સિક ટીમ પણ ત્યાં પહોંચી ગઇ છે અને એમ્બેસી અને તેની આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી ફાયર સર્વિસિઝના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે ઘટના સ્થળેથી હજુ સુધી કંઇ મળ્યું નથી, પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તે સાંજે 5 વાગ્યાની આસપાસ થયું હતું અને હું મારી ફરજ પર હતો. મેં એક ધડાકો સાંભળ્યો હતો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં જોયું કે ઝાડની ઉપર ધુમાડો નીકળતો જોયો હતો. મેં એટલું જ જોયું હતું. પોલીસે મારું નિવેદન લીધું છે.
#WATCH | Deputy Ambassador of Israel to India, Ohad Nakash Kaynar says, "This is evening several minutes after 5, an explosion occurred in close proximity of the Embassy. All our diplomats and workers are safe. Our security teams are working in full cooperation with local Delhi… pic.twitter.com/jqQSTJMgKQ
— ANI (@ANI) December 26, 2023
ભારતમાં ઇઝરાયેલના ડેપ્યુટી એમ્બેસેડર ઓહદ નકાશ કયનારે જણાવ્યું હતું કે આજે સાંજે પાંચ વાગ્યા બાદ એમ્બેસી નજીક વિસ્ફોટ થયો હતો. અમારા તમામ રાજદ્વારીઓ અને સ્ટાફ સુરક્ષિત છે. અમારી સુરક્ષા ટીમો સ્થાનિક દિલ્હી પોલીસના સંપૂર્ણ સહયોગથી કામ કરી રહી છે. પોલીસ સુરક્ષા અને મામલાની વધુ તપાસ કરશે.
આ પણ વાંચો - …તો અમારી હાલત પણ ગાઝા જેવી થઈ જશે, ફારુક અબ્દુલ્લાએ કાશ્મીર મુદ્દાને લઇને કેમ આપ્યું આવું નિવેદન?
બે વર્ષ પહેલા પણ થયો હતો બ્લાસ્ટ
આ પહેલા બે વર્ષ પહેલા 29 જાન્યુઆરી 2021ના રોજ ઈઝરાયેલી દૂતાવાસ પાસે બ્લાસ્ટ થયો હતો. બોમ્બ બ્લાસ્ટના કારણે થોડા સમય માટે અરાજકતા ફેલાઈ હતી. આ દરમિયાન ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. આ બ્લાસ્ટમાં ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા હતા. પ્રજાસત્તાક દિવસ પછી આ વિસ્ફોટ થયો હતો.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે અને તેમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. યુદ્ધમાં 55 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે 7 ઓક્ટોબરના રોજ યુદ્ધ શરૂ થયું હતું, જ્યારે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us