બેંગલુરુમાં બોમ્બ બ્લાસ્ટની તૈયારીઓ! 5 શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ, બોમ્બની સામગ્રી સહિત હથિયારો જપ્ત

bangalore bomb blast plan : બેંગ્લોર બોમ્બ બ્લાસ્ટ કરી આતંક મચાવવાનો આતંકવાદીઓનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે, પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ (terrorists arrested) કરી, 4 વોકી-ટોકી, 7 દેશી બનાવટની પિસ્તોલ, 42 જીવતા કારતૂસ, બે ખંજર, બે સેટેલાઇટ ફોન અને ચાર ગ્રેનેડ જપ્ત કર્યા છે.

bangalore bomb blast plan : બેંગ્લોર બોમ્બ બ્લાસ્ટ કરી આતંક મચાવવાનો આતંકવાદીઓનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે, પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ (terrorists arrested) કરી, 4 વોકી-ટોકી, 7 દેશી બનાવટની પિસ્તોલ, 42 જીવતા કારતૂસ, બે ખંજર, બે સેટેલાઇટ ફોન અને ચાર ગ્રેનેડ જપ્ત કર્યા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
bangalore bomb blast plan | Terrorist

બેંગ્લોરમાં શંકાસ્પદ પાંચ આતંકવાદીની ધરપકડ (ફોટો ક્રેડિટ - એએનઆઈ)

Bomb Blast Plan in Bangalore : ગુપ્તચર એજન્સીઓએ બેંગલુરુમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) એ બેંગલુરુમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, આ તમામ આતંકવાદીઓ 2017માં એક હત્યાના કેસમાં પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા હતા.

Advertisment

જેલમાં આતંકવાદીઓ સાથે થયો સંપર્ક

તો, તેમને અહીં ઘણા આતંકવાદીઓ સાથે પરિચિત થયા, જેઓ પણ જેલમાં સજા ભોગવી રહ્યા હતા અને તે બધા આતંકવાદીઓ આ ગેંગમાં જોડાયા હતા. આ આતંકીઓની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનિદ, મુદાસિર અને ઝાહિદ તરીકે થઈ છે.

શું-શું જપ્ત કરાયું?

ક્રાઈમ બ્રાન્ચે આ આતંકવાદીઓ પાસેથી 4 વોકી-ટોકી, 7 દેશી બનાવટની પિસ્તોલ, 42 જીવતા કારતૂસ, બે ખંજર, બે સેટેલાઇટ ફોન અને ચાર ગ્રેનેડ જપ્ત કર્યા છે. આતંકીઓની પૂછપરછ હજુ ચાલુ છે.

શંકાસ્પદ આતંકવાદીઓ ગાલુરુના રહેવાસી છે

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા તમામ શકમંદો બેંગલુરુના આરટી નગરના રહેવાસી છે. તમામ શકમંદો આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હતા. આટલું જ નહીં તેમની પાસેથી ટ્રેનિંગ પણ લીધી હતી. ધરપકડ કરાયેલા તમામ શંકાસ્પદ આતંકવાદીઓ એક ટીમ તરીકે કામ કરતા હતા. તેમનો હેતુ બેંગલુરુમાં મોટા બોમ્બ બ્લાસ્ટને અંજામ આપવાના હતા. સીસીબીએ સીઆઈડી સાથે સંયુક્ત ઓપરેશનમાં આ તમામ શંકાસ્પદ આતંકવાદીઓને પકડી લીધા છે. પોલીસનું કહેવું છે કે, તેમની ગેંગમાં 10 લોકો છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

Advertisment

આ પણ વાંચો - ram mandir ayodhya : રામ મંદિરને ભૂકંપના આંચકાથી પણ કોઈ અસર નહીં થાય, 1000 વર્ષ સમારકામની પણ જરૂર નહી

બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી હતી

પોલીસે તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, તેમને હથિયાર અને સામગ્રી કોણે આપી હતી. પોલીસ તેમના જૂના રેકોર્ડ પણ ચકાસી રહી છે. તેઓ બેંગલુરુમાં જે વિસ્તારોને નિશાન બનાવવા જઈ રહ્યા હતા, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ