લીવ-ઈન સંબંધનો કરૂણ અંજામ: લગ્ન માટે થયો ઝગડો, બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની હત્યા કરી લાશના અનેક ટુકડા કર્યા, અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા

boyfriend kills girlfriend delhi : દિલ્હીમાં બોયફ્રેન્ડે મુંબઈ (Mumbai) ની ગર્લફ્રેન્ડની હત્યા કરી વિકૃત રીતે તેના શરીરના ટુકડા (body pieces) કર્યા અને રોજ એક-બે ટુકડા લઈ અલગ-અલગ સ્થળે નાખી આવતો. છ મહિને હત્યાનો થયો ખુલાસો.

boyfriend kills girlfriend delhi : દિલ્હીમાં બોયફ્રેન્ડે મુંબઈ (Mumbai) ની ગર્લફ્રેન્ડની હત્યા કરી વિકૃત રીતે તેના શરીરના ટુકડા (body pieces) કર્યા અને રોજ એક-બે ટુકડા લઈ અલગ-અલગ સ્થળે નાખી આવતો. છ મહિને હત્યાનો થયો ખુલાસો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની હત્યા કરી

દિલ્હી પોલીસે એક યુવાનની ધરપકડ કરી, કારણ કે, તેણે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી, તેના શરીરના અનેક ટુકડા કરી શહેરના વિવિધ સ્થળોએ ફેંકી દીધા હતા. પોલીસે જણાવ્યું કે, આ ઘટના આ વર્ષે મે મહિનામાં બની હતી પરંતુ, છ મહિના પછી હવે સામે આવી.

Advertisment

પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ આફતાબ પૂનાવાલા તરીકે કરવામાં આવી છે, મૃતક મહિલાના પરિવારજનોની ફરિયાદ બાદ મામલો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. મૃતક મહિલાના પરિવારે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હજુ પણ યુવતી શ્રદ્ધા વોકરનો મૃતદેહ મળ્યો નથી.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મૃતક મુંબઈની રહેવાસી હતી અને દિલ્હીમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી. મે મહિનામાં યુવતીએ પરિવારના કૉલનો જવાબ આપવાનું બંધ કર્યા પછી, પરિવારે મુંબઈમાં તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

તો, ગુડગાંવમાં એક ખાનગી પેઢીમાં કામ કરતા આરોપીએ બંને વચ્ચેના ઝઘડા પછી યુવતીની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Advertisment

એક અધિકારીએ જણાવ્યું કે, "પૂનાવાલાએ અમને કહ્યું કે તે બંને વચ્ચે ઘણીવાર ઉગ્ર દલીલો થતી હતી, કારણ કે યુવતી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. મે મહિનામાં, પણ ફરીથી લગ્ન સંબંધને લઈને ઝગડ્યા અને પૂનાવાલાએ આવેશમાં આવી ભર ઉનાળામાં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી,"

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ઘણા દિવસો સુધી મૃતદેહને દક્ષિણ દિલ્હીના મેહરૌલી સ્થિત તેના ઘરમાં રાખ્યો હતો. ધરપકડથી બચવા માટે, તેણે કથિત રૂપે શરીરના ટુકડા કરી દીધા અને આગામી થોડા જ અઠવાડિયામાં ધીમે-ધીમે થોડા થોડા ટુકડા અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા.

પોલીસ અનુસાર, યુવતીના માતા-પિતાએ તેમના સંબંધોને મંજૂર ન કર્યા પછી આ વર્ષની શરૂઆતમાં દંપતી દિલ્હી શિફ્ટ થઈ ગયું હતું. મહિલાનો પરિવાર આ મહિને તેની શોધમાં દિલ્હી આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે, તે તેમના મહેરૌલીમાં ભાડાના મકાનમાં હાજર નથી. મુંબઈ પોલીસે દિલ્હી પોલીસને હકીકત જણાવી, જે પછી અપહરણનો કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી.

ક્રાઈમના અન્ય સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

પોલીસે જણાવ્યું કે, “અમે પૂનાવાલાની ધરપકડ કરી છે અને તેની પાસેથી હત્યા સંબંધમાં પુરાવાઓ મેળવ્યા છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેણે કેવી રીતે મહિલાની હત્યા કરી અને તેના મૃતદેહને વિકૃત કરી નાખ્યો તેનો ખુલાસો કર્યો છે. અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ અને મહિલાના મૃતદેહને પણ રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

ક્રાઇમ ન્યૂઝ દેશ