Lok Sabha security Breach : સંસદમાં કાર્યવાહી દરમિયાન મોટી ભૂલો સામે આવી છે. વાસ્તવમાં, બે શંકાસ્પદ લોકો નવી સંસદમાં પ્રવેશ્યા અને કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી ગયા. સંસદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક ટેબલ પરથી બીજા ટેબલ પર કૂદતો જોવા મળી રહ્યો છે. તેઓ આસપાસ જોઈ રહ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, બંને મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિંહાના સંદર્ભ પાસથી અંદર આવ્યા હતા. બંને માટે પાસ ભાજપના સાંસદના સંદર્ભથી જ બનાવવામાં આવ્યા હતા. આને સુરક્ષાની મોટી ખામી માનવામાં આવે છે.
બંનેના કૂદકા માર્યા બાદ સંસદમાં હોબાળો મચી ગયો હતો. ત્યાં હાજર સાંસદોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં ‘કેચ-કેચ’નો અવાજ સંભળાય છે. આ ઘટના બાદ સંસદની કાર્યવાહી તાત્કાલિક 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હાલમાં સુરક્ષાકર્મીઓએ બંનેને કસ્ટડીમાં લીધા છે. એકનું નામ સાગર હોવાનું કહેવાય છે. આ કેસમાં સાંસદ દાનિશ અલીએ કહ્યું કે, બંને શકમંદો મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના નામે લોકસભા મુલાકાતી પાસમાંથી અંદર આવ્યા હતા.
સંસદની અંદર ધુમાડો ફેલાઈ ગયો
વીડિયોમાં જોઈ શકાય છે કે, સંસદની ચારે બાજુ ધુમાડો ફેલાયેલો છે. રિપોર્ટ અનુસાર જ્યારે આરોપીએ ચપ્પલ ખોલ્યું તો તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. બંને પાસે ગેસ જેવું કંઈક હતું. તેમણે તેમે જૂતામાં છુપાવી દીધું હતું. તેમણે તે બહાર કાઢ્યું અને છંટકાવ કર્યો. અને ધૂમાડો સંસદમાં ફેલાવ્યો. પોલીસે બંને આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથ ધરી છે. તેઓ કોણ છે, તેઓ ક્યાંના છે? પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમનો ઈરાદો શું હતો?
ઘટના બાદ ગૃહની અંદર હાજર સભ્યોએ મીડિયાને જણાવ્યું કે, ‘તાના શાહી નહીં ચલેગી’ જેવા નારા લગાવી રહ્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો અચાનક ગેલેરીમાંથી કૂદ્યા અને કંઈક ફેંક્યું જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. બંને ઝડપાઈ ગયા હતા.
ધુમાડો ઝેરી હોઈ શકે છે
આ દરમિયાન કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, ડબ્બામાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. તેમણે કહ્યું કે તે ઝેરી હોઈ શકે છે. ઓડિયન્સ ગેલેરીમાંથી અચાનક જ 20 વર્ષના બે યુવકો લોકસભામાં કૂદી પડ્યા. તેમના હાથમાં ડબ્બા હતા. આ ડબ્બાઓમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. તેમાંથી એક સ્પીકરની ખુરશી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ એક મોટી સુરક્ષા ખામી છે. ખાસ કરીને 13મી ડિસેમ્બરે… 2001માં, એટલે કે આજના દિવસે જ સંસદ પર હુમલો થયો હતો.
સંસદની બહાર પણ હોબાળો
તમને જણાવી દઈએ કે આ ઘટનાના થોડા સમય પહેલા સંસદની બહાર બે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ ના નારા લગાવી રહ્યા હતા. 42 વર્ષની મહિલાનું નામ નીલમ અને 25 વર્ષના યુવકનું નામ અનમોલ શિંદે છે. નીલમ હરિયાણાના હિસારની રહેવાસી છે અને અનમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે.
સંસદમાં મુલાકાતીઓ માટે સુરક્ષા પ્રક્રિયા શું છે?
તમને જણાવી દઈએ કે, સામાન્ય લોકો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જોવા માટે સંસદમાં જઈ શકે છે. આ માટે સાંસદની ભલામણ જરૂરી છે. આ પછી, એક પાસ બનાવવામાં આવે છે, જેના પર તમારા નામને મંજૂરી આપનાર સાંસદનું નામ લખવામાં આવે છે. સામાન્ય રીતે, સાંસદના સંસદીય ક્ષેત્રના લોકો સાંસદની ભલામણ પર પાસ મેળવે છે અને કાર્યવાહી જોવા જાય છે.
આ પાસ જૂથ અથવા વ્યક્તિગત માટે બનાવી શકાય છે. આ સિવાય ઘણી વખત સ્કૂલના બાળકોને પણ સંસદની મુલાકાતે લઈ જવામાં આવે છે. આ માટે અલગ પાસ બનાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો સંસદ સચિવાલયમાંથી પાસ પણ મેળવી શકો છો.
આ પાસ સાથે સંસદમાં પહોંચતા પહેલા ગેટ પર ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અહીં ફોન અને અન્ય ગેજેટ્સ સંગ્રહિત કરવામાં છે. આ પછી અંદર પ્રવેશ મળે છે. આ પછી વધુ બે લેયર ચેકિંગ થાય છે.
આ પણ વાંચો – સંસદની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી 2 લોકો કૂદી પડ્યા, ખળભળાટ મચી ગયો
હવે તમારે સંસદના કયા ગૃહ એટલે કે, લોકસભા કે રાજ્યસભાની કાર્યવાહી જોવા જવું છે તેની માહિતી આપવી પડશે. આ પછી, ચેકિંગ થાય છે અને પછી પ્રવેશ આપવામાં આવે છે. પ્રેક્ષક ગેલેરી બેઠક ટોચ પર છે. આ પ્રેક્ષક ગેલેરી ગૃહની કાર્યવાહી જોવા માટે છે. ધ્યાનમાં રાખો કે, બનાવેલ પાસ માત્ર સમય મર્યાદા માટે માન્ય છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, મૈસુરના સાંસદ પ્રતાપ સિંહાના લોકસભા વિઝિટર પાસ દ્વારા આજે (13 ડિસેમ્બર 2023) બે વ્યક્તિઓએ લોકસભામાં પ્રવેશ કર્યો હતો. આ લોકોએ સંસદમાં ટીયર ગેસ ફેંક્યા જેના કારણે ધુમાડો નીકળ્યો. જોકે, બંનેને સાંસદોએ પકડીને સુરક્ષા જવાનોને હવાલે કર્યા હતા.