ભારત જોડો ન્યાય યાત્રા પર બ્રેક,શું રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થશે? જાણો શું છે સમગ્ર મામલો

Bharat Jodo Nyay Yatra, Rahul Gandhi, ભારત જોડો ન્યાય યાત્રા : રાહુલે 2018માં બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Bharat Jodo Nyay Yatra, Rahul Gandhi, ભારત જોડો ન્યાય યાત્રા : રાહુલે 2018માં બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Rahul Gandhi, Bharat Jodo Nyay Yatra

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (ANI)

Bharat Jodo Nyay Yatra, Rahul Gandhi, ભારત જોડો ન્યાય યાત્રા : લોકસભા ચૂંટણી 2024 આગામી દિવસોમાં યોજાવની છે ત્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢીને લોકો સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુસીબતો ઓછી થાય એમ લાગતું નથી. રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં ઉત્તર પ્રદેશના સુલતાનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થવાનું છે. જોકે અત્યારે રાહુલ ગાંધી યુપીમાં ભારત જોડો ન્યાય યાત્રા પર છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ નરેશે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા મંગળવારે સવારે થોડા સમય માટે બંધ થઈ જશે કારણ કે રાહુલ ગાંધી માનહાનિના કેસમાં સુલતાનપુર જિલ્લા કોર્ટમાં હાજર થશે.

Advertisment

શું છે સમગ્ર મામલો?

રાહુલ ગાંધીને 2018ના એક કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યા છે. રાહુલે 2018માં બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં સુલતાનપુરની સાંસદ/ધારાસભ્ય કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા છે.

Rahul Gandhi, Bharat Jodo Nyay Yatra
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી (YouTube/Screengrab)

વિજય મિશ્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઘટના બની ત્યારે હું ભાજપનો જિલ્લા ઉપાધ્યક્ષ હતો. રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહને ખૂની ગણાવ્યા હતા. રાહુલ ગાંધીના આ આરોપોથી હું દુખી છું કારણ કે હું પાર્ટીનો કાર્યકર છું. 4 ઓગસ્ટ 2018ના રોજ સુલતાનપુરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રાહુલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 20 ફેબ્રુઆરી : અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન, વિશ્વ સામાજીક ન્યાય દિવસ

Advertisment

કેટલી સજા થઈ શકે?

માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધીને વધુમાં વધુ 2 વર્ષની સજા થઈ શકે છે. આ કેસમાં રાહુલ ગાંધી સવારે 11 વાગે સુલતાનપુર કોર્ટમાં હાજર થશે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ માટે મંગળવારે ભારત જોડો ન્યાય યાત્રા થોડો સમય રોકાશે. સાંજે રાહુલ ગાંધી અમેઠીના બાબુગંજમાં જનસભાને સંબોધશે.

ભારત જોડો ન્યાય યાત્રા ટ્રેન્ડિંગ ન્યૂઝ ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી