BRICS summit in Johannesburg : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ સમૂહના અન્ય નેતાઓ સાથે ‘બ્રિક્સ લીડર્સ રિટ્રીટ’ અને વૈશ્વિક ઘટનાક્રમ પર ચર્ચા કરશે. પીએમ મોદી ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના તેમના સમકક્ષો સાથે ‘લીડર્સ રિટ્રીટ’માં ભાગ લીધો હતો. પીએમ મોદીએ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટના પહેલા સત્રને સંબોધિત કર્યું હતું.
બ્રિક્સ લીડર્સ રિટ્રીટમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં વૈશ્વિક દક્ષિણના દેશોને બ્રિક્સમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારતે પણ જી-20ની અધ્યક્ષતામાં આ વિષયને મહત્વ આપ્યું છે. જોહાનિસબર્ગમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે લગભગ બે દાયકામાં બ્રિક્સે લાંબી અને ગૌરવશાળી સફર ખેડી છે. અમે આ યાત્રામાં ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સંસ્થાએ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીને તેને શ્રેષ્ઠ બનાવી રહી છે.
ભારતે બ્રિક્સના વિસ્તારનું સમર્થન કર્યું
પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સને ભવિષ્ય માટે તૈયાર સંગઠન બનાવવા માટે આપણે પોત-પોતાના સમાજોને ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે અને તેમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવશે. 15મી બ્રિક્સ સમિટના ઓપન પ્લેનરી સેશનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત બ્રિક્સના વિસ્તરણને સંપૂર્ણ સમર્થન આપે છે, અમે આ અંગે સર્વસંમતિ સાથે આગળ વધવાનું સ્વાગત કરીએ છીએ.
આ પણ વાંચો – ભારત માટે કેવી રીતે ગેમચેન્જર સાબિત થશે આ બ્રિક્સ સમિટ? એક મુલાકાત અને એક ફેંસલા પર ઘણું કરશે નિર્ભર
પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સના એજન્ડાને નવો માર્ગ આપવા માટે ભારતે રેલવે રિસર્ચ નેટવર્ક, એમએસએમઇ વચ્ચે ગાઢ સહયોગ, ઓનલાઇન બ્રિક્સ ડેટાબેઝ અને સ્ટાર્ટઅપ કંપનીઓ જેવા મુદ્દાઓ પર સૂચનો આપ્યા હતા. મને ખુશી છે કે આ મુદ્દાઓ પર ઘણી પ્રગતિ થઈ છે. પીએમઓએ માહિતી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે સાર્થક બેઠક કરી હતી. તેમણે વેપારી સંબંધો, સુરક્ષાને પ્રોત્સાહન આપવા જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારત-દક્ષિણ આફ્રિકાની ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
વ્લાદિમીર પુતિને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15મી બ્રિક્સ સમિટના ઓપન પ્લેનરી સેશનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આવતા વર્ષે રશિયા બ્રિક્સની અધ્યક્ષતા સંભાળશે. અમારી અધ્યક્ષતામાં અમારા નિમ્નલિખિત આદર્શ વાક્ય હશે – વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો. અમે લગભગ 200 રાજકીય, આર્થિક અને સાર્વજનિક કાર્યક્રમો યોજવાની યોજના બનાવી રહ્યા છીએ. ઓક્ટોબર 2024માં કઝાન શહેરમાં બ્રિક્સ સમિટ યોજાવાની છે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ ચંદ્રયાન મિશન પર ભારતને અભિનંદન પાઠવ્યા
બ્રિક્સ સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે હું ભારતને અભિનંદન પાઠવું છું, ખાસ કરીને જ્યારે તમે અંતરિક્ષમાં સહયોગની આવશ્યકતા વિશે બોલો છો. થોડાક કલાકોમાં ભારતનું અંતરિક્ષ યાન ચંદ્રયાન 3 ચંદ્રમા પર ઉતરશે. બ્રિક્સ પરિવાર માટે એક મહત્વપૂર્ણ અવસર છે અને અમે તમારી સાથે ખુશ છીએ. અમે આ મહાન ઉપલબ્ધિની ખુશીમાં તમારી સાથે સામેલ છીએ.





