/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/BSP-Mayawati-successor-nephew-Akash-Anand.jpg)
બીએસપી સુપ્રિમો માયાવતી એ તેમના ઉત્તરાધિકારી તરીકે ભત્રીજા આકાશ આનંદના નામની જાહેરાત કરી
BSP Mayawati successor Akash Anand : બસપા સુપ્રીમો માયાવતીએ તેમના અનુગામી જાહેર કર્યા છે. માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, આકાશ આનંદ ઘણા સમયથી એક્ટિવ હતો. આકાશ આનંદ છેલ્લા 6 વર્ષથી રાજકારણમાં ખૂબ જ સક્રિય છે. તેની રાજનીતિમાં એન્ટ્રી વર્ષ 2017 માં થઈ હતી. તે દરમિયાન તેઓ સહારનપુરમાં એક જાહેર સભામાં માયાવતી સાથે મંચ પર જોવા મળ્યા હતા.
માયાવતીએ પહેલા જ આકાશ આનંદને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપી હતી. આકાશ આનંદે વિદેશમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. આકાશ આનંદે લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.
તમને જણાવી દીએએ કે, 2014થી બહુજન સમાજ પાર્ટીનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને એક પણ સીટ મળી ન હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને માત્ર 19 બેઠકો મળી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, BSPએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને તેના 10 લોકસભા સાંસદો જીત્યા. જો કે આ ગઠબંધન થોડા મહિના પછી તૂટી ગયું. બહુજન સમાજ પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડી હતી અને પાર્ટીએ માત્ર એક જ સીટ જીતી હતી.
છેલ્લા કેટલાક સમયથી માયાવતીએ આકાશ આનંદને મોટી જવાબદારીઓ આપી હતી. તેમને ઘણા રાજ્યોમાં ચૂંટણીના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા. છેલ્લી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન આકાશ આનંદ સક્રિય રીતે પાર્ટી માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તેઓ સતત પાર્ટીના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા હતા અને પાર્ટીના કામને આગળ ધપાવતા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us