BSP Suspends MP Danish Ali: બહુજન સમાજ પાર્ટીએ પોતાના જ સાસંદ દાનિશ અલીને સસ્પેન્ડ કર્યા, જાણો કેમ

BSP Suspends MP Danish Ali: બહુજન સમાજ પાર્ટી એ ઉત્તર પ્રદેશના અમરોહાથી પોતાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. નોંધનિય છે કે, તાજેતરમાં મહુઆ મોઇત્રાને સંસદમાં સસ્પેન્ડ કરાતા વિવાદ થયો છે.

BSP Suspends MP Danish Ali: બહુજન સમાજ પાર્ટી એ ઉત્તર પ્રદેશના અમરોહાથી પોતાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. નોંધનિય છે કે, તાજેતરમાં મહુઆ મોઇત્રાને સંસદમાં સસ્પેન્ડ કરાતા વિવાદ થયો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Danish Ali | BSP Suspends MP Danish Ali | BSP Leader | MP Of Uttar Pradesh | Kunwar Danish Ali

દાનિશ અલી ઉત્તરપ્રદેશના અમરોહીના સાસંદ છે. (Photo - @KDanishAli)

BSP Suspends MP Danish Ali : બહુજન સમાજ પાર્ટી (બસપા)એ ઉત્તર પ્રદેશના અમરોહાથી પોતાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. રાજકીય પાર્ટીનું કહેવું છે કે, સાંસદ પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા. નોંધનીય છે કે દાનિશ અલી તાજેતરમાં સંસદમાં રમેશ બિધુરી દ્વારા આપવામાં આવેલા વાંધાજનક નિવેદન બાદ ચર્ચામાં આવ્યા હતા. નોંધનિય છે કે, તાજેતરમાં ટીએમસીના સાંસદના મહુઆ મોઇત્રાને સંસદમાં સસ્પેન્ડ કરાતા વિવાદ થયો છે.

Advertisment

બસપાએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે સાંસદ દાનિશ અલી પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, "તમને (દાનિશ અલી)ને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું છે કે તમારે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ કોઈ નિવેદન ન આપવું જોઈએ. પરંતુ ત્યારબાદ પણ તમે પાર્ટી વિરુદ્ધ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. અમરોહાથી ચૂંટણી જીતીને પાર્ટીએ તમને સંસદમાં મોકલ્યા, પરંતુ તમે પાર્ટી વિરુદ્ધ ઘણા નિર્ણયો લીધા છે, તેથી તમને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે."

રમેશ બિધુરીના નિવેદનથી વિવાદ સર્જાયો

સાંસદ દાનિશ અલી તાજેતરમાં હેડલાઇન્સમાં ચમક્યા છે. કારણ હતું સંસદમાં ભાજપ સાંસદ રમેશ બિધુરીનું નિવેદન. બીજેપી સાંસદે દાનિશ અલી વિશે કેટલીક એવી વાતો કહી હતી, જેના પછી ઘણો વિવાદ થયો હતો, સાંસદ બિધુરીના નિવેદનને સાંપ્રદાયિક નિવેદન ગણાવ્યું હતું અને મામલો આગળ વધ્યો હતો. બાદમાં રમેશ બિધુરીએ દાનિશ અલીની માફી માંગવી પડી હતી. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ પણ ભાજપના સાંસદને ગૃહમાંથી બહાર કરવાની માંગણી કરી હતી.

Advertisment
,

આ પણ વાંચો | વસુંધરા રાજેને સીએમ નહીં બનાવવા ભાજપ માટે કેટલું આસાન? આ સવાલો પર છે નજર

અગાઉ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ થયું

બહુચર્ચિત કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. સંસદ એથિક્સ કમિટી દ્વારા રજુ કરાયેલા રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ આ કાર્યવાહી સામે ટીએમસી નેતાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમના પક્ષે ભારપૂર્વક કહ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેણીએ હમણાં જ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો જે તે ભવિષ્યમાં પણ ઉઠાવતી રહેશે. તપાસ ટીમને ભેટ કે રોકડના કોઈ પુરાવા મળ્યા નથી.

સંસદ ઉત્તર પ્રદેશ ટ્રેન્ડિંગ ન્યૂઝ politics