scorecardresearch

Budget 2023 : બજેટમાં ગામડા, ગરીબ, ખેડૂતો પર ધ્યાન, વિકસિત ભારતનું સપનું થશે સાકાર – પીએમ નરેન્દ્ર મોદી

Budget 2023-24 Updates: બજેટ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમૃતકાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પુરા કરવા માટે એક મજબૂત પાયાનું નિર્માણ કરશે

Budget 2023 : બજેટમાં ગામડા, ગરીબ, ખેડૂતો પર ધ્યાન, વિકસિત ભારતનું સપનું થશે સાકાર – પીએમ નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (તસવીર – બીજેપી ટ્વિટર)

Budget 2023 India Updates: દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. મોદી સરકાર 2.0 ના અંતિમ પૂર્ણ બજેટમાં તેમણે નોકરીયાત લોકોને મોટી ભેટ આપી છે. આ બજેટ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમૃતકાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પુરા કરવા માટે એક મજબૂત પાયાનું નિર્માણ કરશે. આ બજેટ વંચિતોને અગ્રીમતા આપે છે. આ બજેટ આજના આકાંક્ષી સમાજ, ગામ, ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગ બધાના સપના પુરા કરશે.

પીએમ વિકાસથી વિશ્વકર્માઓના જીવનમાં ફેરકાર આવશે – પીએમ મોદી

પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ આ બજેટમાં પ્રથમ વખત અનેક પ્રોત્સાહન યોજના લઇને આવ્યો છે. એવા લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ વિકાસથી આપણા કરોડો વિશ્વકર્માઓના જીવનમાં ઘણો મોટો ફેરફાર આવશે.

મહિલાઓના જીવનમાં ફેરફાર આવશે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ગામડાથી લઇને શહેરમાં રહેતી આપણી મહિલાઓના જીવન સ્તરમાં ફેરફાર લાવવા માટે ઘણા મોટા પગલા ભર્યા છે. તેને હવે વધારે તાકાત સાથે આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચો – વધુ એક વર્ષ મફત અનાજ, 80 કરોડ ગરીબોને મળશે લાભ, જાણો બજેટની 10 મોટી વાતો

પીએમે કહ્યું કે આ બજેટ સહકારિતાને ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસને ધૂરી બનાવશે. સરકારે કો-ઓપરેટિવ સેક્ટરમાં દુનિયાની સૌથી મોટી અન્ન ભંડારણ યોજના બનાવી છે. બજેટમાં નવા પ્રાઇમરી કો-ઓપરેટિવ્સ બનાવવાની એક મહત્વાકાંક્ષી યોજનાની પણ જાહેરાત થઇ છે.

પીએમ મોદીએ કહ્યું કે 2014ની સરખામણીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પર 400% વધારે વૃદ્ધિ કરી છે. આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ રોકાણ થશે. આ રોકાણ યુવાઓ માટે રોજગાર અને ઘણી વસ્તી માટે આવકની નવી તકો ઉભી કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બજેટ એક સ્થાયી ભવિષ્ય માટે છે જે હરિત ઉર્જા, હરિત વિકાસ, હરિત બુનિયાદી સ્ટ્રક્ચર અને હરિત નોકરીઓને વધારે પ્રોત્સાહિત કરશે. બજેટમાં ટેકનોલોજી અને નવી અર્થવ્યવસ્થા પર ફોક્સ કર્યો છે.

Web Title: Budget 2023 updates pm narendra modi says budget provides foundation for developed india

Best of Express