Budget 2024: બજેટ 2024માં અગ્નિવીર યોજના વિશે આ વખતે મોદી સરકારની શું યોજના છે?

India Defence Budget 2024: બજેટ 2024માં દેશના રક્ષા બજેટ વિશે મોટી ઘોષણા થવાની અપેક્ષા છે. જેમા અગ્નિવીર યોજના વિશે ચાલી રહેલા વિવાદ અંગે કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.

Written by Ajay Saroya
July 14, 2024 09:54 IST
Budget 2024: બજેટ 2024માં અગ્નિવીર યોજના વિશે આ વખતે મોદી સરકારની શું યોજના છે?
આ હુમલામાં ભારતીય સેનાનાં પાંચ જવાનો ઘાયલ થયા છે. (Image: Social Media)

India Defence Budget 2024: મોદી સરકારની અગ્નિવીર યોજના વિશે હજુ પણ વિવાદ ચાલુ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે વિપક્ષ સતત ભાજપ પર હુમલા કરી રહ્યું છે, રાહુલ ગાંધીએ આ યોજના સામે સંસદમાંથી જ રણશિંગું ફૂંક્યું છે. હવે સમાચાર એ છે કે અગ્નિવીર યોજનામાં અત્યારે મોદી સરકાર કોઈ મોટા ફેરફાર અંગે વિચારી રહી નથી. તે હજી પણ સેના માટે આ યોજનાને જરૂરી માને છે અને તેને આર્થિક દ્રષ્ટિકોણથી પણ યોગ્ય માને છે.

સરકારના મનમાં શું ચાલી રહ્યું છે?

મોદી સરકાર સાથે જોડાયેલા કેટલાક લોકોનું માનવું છે કે આ બજેટ 2024-25 માં કેટલાક નાના-મોટા ફેરફાર કરી શકાય છે, પરંતુ આ યોજનાને બંધ કરવાની કોઇ તૈયારી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ આગામી બજેટ 2024માં અમુક ફેરફારો જોવા મળશે અને આ વખતે યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ. વાસ્તવમાં સરકારને વિશ્વાસ છે કે તેની અગ્નિવીર યોજના સેનાને જવાન રાખવામાં મદદ કરે છે એટલું જ નહીં, ડિફેન્સ પેન્શનના ક્ષેત્રમાં આર્થિક રાહત આપવાનું કામ પણ કરી રહી છે.

એક દલીલ એવી પણ છે કે અગ્નિવીરોને કારણે સરકાર દ્વારા બચાવવામાં આવેલા નાણાંનો ઉપયોગ સેના માટે જ અત્યાધુનિક શસ્ત્રો ખરીદવામાં થઈ શકે છે. આ વિચારસરણીને કારણે આ યોજના અંગે સરકારનું વલણ હજુ નબળું પડ્યું નથી અને વિપક્ષના તમામ વાંધા છતાં કેન્દ્ર કશું બદલવાના મૂડમાં નથી.

અગ્નિપથ યોજના શું છે?

અગ્નિપથ યોજના મોદી સરકાર દ્વારા ભારતીય સેના માં નવાસૈનિકોની ભરતી માટે શરૂ કરવામાં આવી છે. અગ્નિપથ યોજના પાછલા વર્ષે 4 વર્ષના કોન્ટ્રાક્ટ પર આર્મી, નેવી અને ઈન્ડિયન એરફોર્સમાં ભરતી કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 6 મહિનાની ટ્રેનિંગ બાદ ચાર વર્ષના અંતે નિયમિત ધોરણે 25 ટકા જેટલા અગ્નિવીરોને આ સેવાઓમાં સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો | ભારતના નવા આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી કોણ છે? આતંકવાદ વિરોધ અભિયાનમાં ભજવી છે મોટી ભૂમિકા

આ યોજનાની જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે સશસ્ત્ર દળો સૈનિકો, ખલાસીઓ અને એરમેનની ભરતી ફરીથી શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, કારણ કે કોવિડ -19 મહામારીને કારણે ભરતીઓ લગભગ બે વર્ષ સુધી સ્થગિત રહી હતી. હાલમાં આ યોજના હેઠળ મેડિકલ શાખાના ટેકનિકલ કેડર સિવાયના તમામ ખલાસીઓ, એરમેન અને સૈનિકોની સેવાઓમાં ભરતી કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ