બજેટ 2024 : નિર્મલા સીતારામન સામે વધતી મોંઘવારી અને ઘટતી રોજગારી સૌથી મોટો પડકાર; કરાદાતા, ખેડૂત, ઉદ્યોગથી લઇ રોકાણકારોની અપેક્ષા પૂર્ણ થશે!

Interim Budget 2024 Live Updates: બજેટ 2024 નિર્મલા સીતારામન સંસદમાં રજૂ કરશે. કરદાતા, ખેડૂતો, સામાન્ય જનતા થી લઇ વિવિધ ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીઝ નાણાં મંત્રી પાસેથી બજેટમાં રાહત અને પ્રોત્સાહક ઘોષણાની અપેક્ષા રાખી રહ્યા છે.

Written by Ajay Saroya
February 01, 2024 01:30 IST
બજેટ 2024 : નિર્મલા સીતારામન સામે વધતી મોંઘવારી અને ઘટતી રોજગારી સૌથી મોટો પડકાર; કરાદાતા, ખેડૂત, ઉદ્યોગથી લઇ રોકાણકારોની અપેક્ષા પૂર્ણ થશે!
બજેટ 2024 - ઈવી સેક્ટરની અપેક્ષાઓ

India Budget 2024 Live Updates: બજેટ 2024 નિર્મલા સીતારામન સંસદમાં રજૂ કરશે. કરદાતા, ખેડૂતો, સામાન્ય જનતા થી લઇ વિવિધ ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીઝ નાણાં મંત્રી નિર્મલા સીતારામન પાસેથી બજેટ 2024માં રાહત અને પ્રોત્સાહક ઘોષણાની અપેક્ષા રાખી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી વપરાશને પ્રોત્સાહન આપવા, ઉત્પાદકો વચ્ચે યોગ્ય નીતિઓ લાગુ કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે બજેટ ફાળવણીની સાથે કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

જો કે નાણાં મંત્રી આ બધા કરતા સૌથી મહત્વપૂર્ણ એક કામ છે મોંઘવારીને અંકુશમાં રાખવી અને કર્મચારીઓની છટણીને રોકવી પડકારજનક છે. આ બંને બાબતોને એક સર્વેમાં મોંઘવારી અને રોજગારીને જનતાએ સૌથી મુખ્ય મુદ્દો ગણાવ્યો છે.

એક સર્વે મુજબ વધતી જતી મોંઘવારી અને તમામ ઉદ્યોગોમાંથી છટણી એ બે મુખ્ય મુદ્દા છે. જેના વિશે ભારતીયોને સૌથી વધુ ચિંતા કરે છે. તેઓ 2024ના બજેટ પહેલા કેન્દ્ર સરકાર પાસેથી અમુક ખાતરીની અપેક્ષા રાખી રહ્યા છે. કેન્દ્રીય બજેટ 2024 થી ગ્રાહકોની લાગણીઓ અને અપેક્ષાઓ દર્શાવતો સર્વે 2500 ભારતીયો વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાંથી અડધાથી વધુ લોકોએ વધતા જતા ફુગાવાને તેમની મુખ્ય ચિંતા તરીકે દર્શાવ્યો હતો.

માર્કેટિંગ ડેટા અને એનાલિટિક્સ કંપની કંતારના સર્વે અનુસાર, અનિયમિત ચોમાસું, કૃષિ પેદાશોને અસર કરી શકે તેવા વાતાવરણમાં ફેરફાર એ પણ બીજી મોટી સમસ્યા છે. કારણ કે સીધી રીતે નહીં, પરંતુ મોંઘવારી વધવામાં તે મોટી ભૂમિકા ભજવે છે.

budget 2024 | budget 2024 expectations | nirmala sitharaman budget 2024 | budget 2024 nirmala sitharaman | interim budget 2024 | Budget 2024 Announcment
Budget 2024 : નાણાં મંત્રી નિર્મલા સીતારામન સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. (Photo – Social Media / Canva)

બજેટ 2024માં કૃષિ ક્ષેત્રની અપેક્ષાઓ

કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં યોગ્ય નાણાંકીય જોગવાઇ જરૂરી છે કારણ કે આજે પણ દેશની લગભગ 58 ટકા વસ્તી તેના પર નિર્ભર છે. અહીં પ્રશ્ન માત્ર કૃષિ ઉત્પાદકતાનો નથી પણ આજીવિકા – રોજગારીનો પણ છે. આ વખતના બજેટથી ખેડૂતોને આશા છે કે સરકાર તેમની પરિસ્થિતિને સમજશે અને જીવનધોરણ ઊંચું લાવવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં વધારો કરશે.

રેલવે બજેટ 2024માં નવી ટ્રેનોની અપેક્ષા

ગયા બજેટમાં સરકારે રેલવે માટે રેકોર્ડ 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ ફાળવણી સાથે, રેલવેએ ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા, જેમાં સ્માર્ટ સ્ટેશનોનું નિર્માણ, લોજિસ્ટિક્સ કોરિડોરનો વિકાસ અને વંદે ભારત ટ્રેનોના સંચાલનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સાથે, રેલવેએ પેસેન્જર અને માલવાહક પરિવહનમાં સુધારો કર્યો છે. જો કે, મુસાફરોની વધતી ભીડને જોતા હવે રેલવે બજેટમાંથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવી ટ્રેનોના કન્સાઇનમેન્ટ માટે મોટી રકમ ફાળવવામાં આવશે.

બજેટ 2024માં સોનું ચાંદી સસ્તા થશે?

Tax On Gold And Silver In India | Gold And Silver price | budget 2024 | Nirmala Sitharaman | Gold silver import duty
ભારતમાં સોના – ચાંદીની આયાત પર 15 ટકા જકાત વસૂલાય છે. (Photo – Freepik)

બજેટમાં સોનું ચાંદી સસ્તુ થવાની અપેક્ષા રાખવામાં આવી છે. કિંમતી ધાતુઓના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે સોનુ ચાંદીની ખરીદી મુશ્કેલ બની રહી છે. ગત બજેટ 2023માં સોનું – ચાંદી અને પ્લેટિનમની આયાત જકાતમાં વધારો કરવામાં આવે છે. આયાત જકાતમાં વધઘટની બંને કિંમતી ધાતુઓની કિંમત પર સીધી અસર કરે છે. હાલ ભારતમાં સોનું – ચાંદી અને પ્લેટિનમ પર 15 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ પડે છે. સોનું ચાંદી પર ટેક્સ વિશે વધુ વાંચો

બજેટ 2024માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારની અપેક્ષા

બજેટ 2024 માંથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સરકાર વધુ કરદાતાઓને નવી કર પ્રણાલી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે કર દરમાં વધુ ઘટાડો કરશે. મૂળભૂત મર્યાદા હાલના રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાથી મધ્યમ વર્ગના કરદાતાઓને ચોક્કસપણે રાહત મળશે.

બજેટ 2024માં કર મુક્તિ આવકની મર્યાદા વધશે?

Budget 2024 | budget 2024 expectations | nirmala sitharaman | nirmala sitharaman Budget 2024 | Income Tax Slab | Budget 2024 nirmala sitharaman | Budget 2024 Tax rules
Budget 2024 : બજેટ 2024માં કરદાતાઓને ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત મળવાની અપેક્ષા છે. (Photo – igGujarati.com)

બજેટ 2023 માં કરાયેલા ફેરફારો બાદ, નવી કર પ્રણાલીમાં 7 લાખ રૂપિયા સુધીનો આવકવેરો ભરનારા કરદાતાઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં. નવી કર વ્યવસ્થા આ આવક જૂથના લોકો માટે એક સારો વિકલ્પ છે કારણ કે, 7 લાખ રૂપિયાની આવક ઉપરાંત, 50 હજાર રૂપિયાનું પ્રમાણભૂત કપાત પણ ઉપલબ્ધ છે. એકંદરે, 7 લાખ 50 રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ઇન્કમ ટેક્સ સ્લેબ વિશે વધુ વાંચો

બજેટ 2024માં બચત – રોકાણ પર કર મુક્તિ વધારવા માંગ

બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામન બેંક થાપણદારોને રાહત આપે તેવી અપેક્ષા છે. શેર અને ડિજિટલ કરન્સીના સમયમાં પણ ભારતમાં બેંક એફડીમાં રોકાણ કરવાનું ચલણ યથાવત છે. ભારતમાં બેંકના બચત ખાતામાં રહેલી રકમ પર મળતા વ્યાજ પર એક નાણાંકીય વર્ષમાં 10000 રૂપિયા સુધીની છુટછાટ મળે છે. સરળ શબ્દોમાં કહીયે તો, 10000 રૂપિયા સુધીની વ્યાજ રૂપી આવક પણ કોણ ટેક્સ લાગતો નથી. બજેટ 2024માં બેંક થાપણની વ્યાજ આવક પર કર મુક્તિ વધારવા માંગણી કરવામાં આવી છે. થાપણદારો ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ટેક્સ ડિડક્શન લિમિટ હાલની 10000 રૂપિયાથી વધારીને 50000 રૂપિયા થવાની અપેક્ષા રાખી રહ્યા છે. બચત અને રોકાણ અંગે બજેટ અપેક્ષા વિશે વધુ વાંચો

budget 2024 | nirmala sitharaman | nirmala sitharaman budget 2024 | budget 2024 Photo | nirmala sitharaman Photo | budget 2024 News | budget at a glance
Budget 2024 : બજેટ 2024 એ નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું છઠ્ઠું બજેટ છે. (Photo – freepik)

બજેટ 2024માં શેરબજારને LTSG, STTમાં રાહતની અપેક્ષા

બજેટ 2024 પર બજારની નજર રહેશે. બજારની તેજી જાળવી રાખવા માટે દરેકને બજેટમાંથી પ્રોત્સાહનની અપેક્ષા છે. રિટેલ રોકાણકારોને પણ બજેટ પાસેથી કેટલીક અપેક્ષાઓ છે. બજેટ પહેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ, એસટીટી અને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સીને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. શેરબજારની બજેટ અપેક્ષા વિશે વધુ વાંચો

બજેટ 2024 : વોટ ઓન એકાઉન્ટ શું છે? તે વચગાળાના બજેટથી કેવી રીતે અલગ પડે છે?

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ વખતે બજેટ 2024 એ વોટ ઓન એકાઉન્ટ બજેટ હશે કારણ કે અમે ચૂંટણી મોડમાં છીએ. આથી સરકાર જે બજેટ રજૂ કરશે તે નવી સરકારની રચના પહેલા તમામ સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો | બજેટ 2024ના દિવસે શેર બજાર વધશે કે ઘટશે? છેલ્લા 10 વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીના દેખાવ પર એક નજર

વોટ ઓન એકાઉન્ટ કે લેખાનુદાન એ નવા નાણાકીય વર્ષની શરૂઆત સુધી મર્યાદિત સમયગાળા માટે જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતના સંકલિત કુલ ભંડોળમાંથી સરકારને આપવામાં આવતી એડવાન્સ ગ્રાન્ટ છે. તે માત્ર સરકારી ખર્ચ માટે છે, આ હેઠળ સરકાર કોઈપણ નીતિગત નિર્ણયો લેતી નથી, જેમ કે ટેક્સના રેટમાં ફેરફાર અથવા નવી યોજનાઓની જાહેરાત આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી નથી. વચગાળાના બજેટ અને વોટ ઓન એકાઉન્ટને લઈને ઘણી મૂંઝવણ છે, કેટલીકવાર તેમને એક અને સમાન ગણવામાં આવે છે, પરંતુ એવું નથી, તે બંને અલગ-અલગ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ