બજેટ 2024 : નિર્મલા સીતારામનનો આ હિંંટમાં જોવા મળ્યો આત્મવિશ્વાસ, શું ફરી આવશે મોદી સરકાર?

Budget 2024 : ચૂંટણી નજીક છે ત્યારે બધાને આશા હતી કે કેટલાક રાહતના પગલાં લેવામાં આવી શકે છે. પરંતુ એવું કશું થતું જોવા મળ્યું નથી. ઉલટાનું સરકારમાં એક આત્મવિશ્વાસ દેખાયો છે. આ આત્મવિશ્વાસ ત્રીજા કાર્યકાળને લઈને છે

Written by Ashish Goyal
February 01, 2024 18:26 IST
બજેટ 2024 : નિર્મલા સીતારામનનો આ હિંંટમાં જોવા મળ્યો આત્મવિશ્વાસ, શું ફરી આવશે મોદી સરકાર?
નાણાંમંત્રી નિર્મલા સીતારામને મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું (Express Photo)

Budget 2024 : નાણાંમંત્રી નિર્મલા સીતારામને મોદી સરકારનું વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું છે. આ તેમનું સૌથી ટૂંકું બજેટ ભાષણ રહ્યું છે, આ સાથે જ આ બજેટમાં કોઇ મોટી જાહેરાત ન થઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ચૂંટણી નજીક છે ત્યારે બધાને આશા હતી કે કેટલાક રાહતના પગલાં લેવામાં આવી શકે છે. પરંતુ એવું કશું થતું જોવા મળ્યું નથી. ઉલટાનું સરકારમાં એક આત્મવિશ્વાસ દેખાયો છે. આ આત્મવિશ્વાસ ત્રીજા કાર્યકાળને લઈને છે.

નિર્મલા સીતારામને આપેલા બજેટ 2024ના ભાષણમાં ઘણા પ્રસંગોએ તેમણે સંકેત આપ્યા હતા કે જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ થશે ત્યારે પણ સરકાર મોદીની જ રહેવાની છે. ચૂંટણી ભાષણમાં પોતાની જીતની ગેરંટી આપવી અલગ વાત છે, પરંતુ નાણાં મંત્રીએ પીએમ મોદીના પગલે ચાલીને લોકસભાના પટલથી આની જાહેરાત કરી છે. આ કારણે તેને વિશ્વાસની પરાકાષ્ઠા માનવામાં આવે છે.

અમારા કામના આધારે અમને ફરીથી એક મહાન જનાદેશ આપવા જઈ રહી છે

નાણાંમંત્રીએ પોતાના બજેટ ભાષણમાં બે વાર ખુલીને કહ્યું છે કે ફરી એકવાર મોદી સરકાર આવવાની છે. બજેટ ભાષણ દરમિયાન નિર્મલાએ કોવિડનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશની જનતા અમારા કામના આધારે અમને ફરીથી એક મહાન જનાદેશ આપવા જઈ રહી છે. અમારી સરકારે કોવિડના તમામ પડકારોને પાર કરીને આત્મનિર્ભર ભારતનો પાયો નાખ્યો છે. હવે આ નિવેદનમાં નાણાંમંત્રીનો પોતાના કામ પ્રત્યે અતૂટ વિશ્વાસ દેખાઈ રહ્યો છે, તેમને લોકો ઉપર પણ વિશ્વાસ છે કે તેઓ ફરીથી મોદીને પસંદ કરવાના છે.

આ પણ વાંચો – બજેટ 2024 : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ

પૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્ય માટે વિસ્તૃત રોડમેપ પ્રસ્તુત કરશે

પોતાના ભાષણ દરમિયાન એક પ્રસંગે નિર્મલા સીતારામને મોટી ભવિષ્યવાણી કરી હતી. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે જ્યારે જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. અહીં એ સમજવું જરૂરી છે કે અત્યારે જે રજૂ કરવામાં આવ્યું છે તે વચગાળાનું બજેટ 2024 છે જે માત્ર થોડા મહિનાનું છે, પૂર્ણ બજેટ જુલાઈ મહિનામાં રજૂ કરવામાં આવશે. હવે નાણાંમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આવનારું બજેટ પણ તેઓ જ રજુ કરશે. તેમણે કહ્યું હતું કે જુલાઈમાં પૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્ય માટે વિસ્તૃત રોડમેપ પ્રસ્તુત કરશે.

હવે અહીં નાણાંમંત્રીનો વિશ્વાસ જોવા મળી રહ્યો હતો, તેમના તરફથી વારંવાર વિકસિત ભારતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે તેમણે વિકસિત ભારતની કલ્પના કરી હતી કે ત્યારે તેઓ પોતાની વર્તમાન સરકારનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા ન હતા. ભાષણ દરમિયાન નાણાં મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘સબકા વિશ્વાસ’ સાથે આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના અને @2047 વિકસિત ભારતના સપનાને સાકાર કરવાના સ્વર્ણિમ ક્ષણ હશે. ‘સબ કા પ્રયાસ’ની તાકાતથી જનસંખ્યા, લોકતંત્ર અને વિવિધતાની ત્રિપુટી દરેક ભારતીયની આકાંક્ષાઓને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ