Budget 2024 Live Updates: બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરદાતાઓ માટે કોઇ મોટી ઘોષણા કરી નથી. બજેટ 2024માં ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી. જો કે જેમને ઇન્કમ ટેક્સ ચૂકવવાનો બાકી છે તેમની માટે એક મોટી ઘોષણા કરી છે.
Budget 2024 Live Updates : 25000 રૂપિયા સુધીનું ટેક્સ માફ થશે
બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સમાં કોઇ મોટી ઘોષણા કરી નથી. જો કે એક ખાસ રાહત આપી અને તે છે કેટલા જૂના ટેક્સ ડિમાન્ડ પડતા મૂકશે. બજેટ 2024 ભાષણમાં નાણાં મંત્ર નિર્મલા સીતારમણ જણાવ્યું કે, સરકાર નાણાંકીય વર્ષ 2009-10 સુધીના 25000 રૂપિયા સુધીની ટેક્સ ડિમાન્ડ રદ કરશે. તેમજ વર્ષ 2014 – 15 સુધીની 10000 રૂપિયા સુધી ટેક્સ ડિમાન્ડ પણ વિથ્રો કરશે.

Budget 2024 Live Updates : 1 કરોડ કરદાતાઓને ફાયદો થશે
નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરદાતાઓને ટેક્સ ડિમાન્ડમાં રાહત આપી છે. બજેટ 2024માં ઘોષણાથી લગભગ 1 કરોડ કરદાતાઓને ફાયદો થવાની અપેક્ષા છે.
Budget 2024 Live Updates : ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં
બજેટ 2024માં નિર્મલા સીતારામને ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી. નોંધનિય છે કે, બજેટ 2023માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં મોટો સુધારો કરીને નવી ટેક્સ રિઝિમ હેઠળ કર મુક્ત આવાક મર્યાદા વધારવામાં આવી હતી. નાણાં મંત્રીએ કર મુક્ત વાર્ષિક આવક 5 લાખથી વધારીને 7 લાખ કરી હતી. એટલે કે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ લાગશે નહીં. બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જણાવ્યું કે, હાલ રિફંડ પ્રક્રિયા માટે લાગતો સમય 93 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો | નિર્મલા સીતારામનના અમતૃકાળના બજેટ 2023ની મુખ્ય ઘોષણાઓ પર એક નજર
Interim Budget 2024 : નિર્મલા સિતારામનના બજેટની હાઇલાઇટ્સ.
- રિફંડ પ્રક્રિયા માટે લાગતો સમય 93 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે
- આવકવેરા ફાઇલ કરનારાઓની સંખ્યામાં 2.4 ગણો વધારો થયો છે
- એક વર્ષમાં રૂ. 26.02 લાખ કરોડનું ટેક્સ કલેક્શન
- જીએસટી કલેક્શન વધીને રૂ. 1.66 લાખ કરોડ થયું છે
- 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3 ગણો વધારો થયો છે
- જુલાઈના સંપૂર્ણ બજેટમાં વિકસિત ભારત માટે રોડમેપ આપશે
- 2024-25માં રાજકોષીય ખાધને 4.5 ટકાથી નીચે લાવવા પર કામ ચાલુ છે
- 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીના 5.8 ટકા રહેવાનો અંદાજ છે
- છેલ્લા 3 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3 ગણો વધારો થયો છે





