અંતરિમ બજેટ 2024 : નિર્મલા સીતારામનના અમતૃકાળના બજેટ 2023ની મુખ્ય ઘોષણાઓ પર એક નજર

Nirmala Sitharaman Budget 2024 Live Update: બજેટ 2024 નિર્મલા સીતારામનનું છઠ્ઠું બજેટ છે. બજેટ 2023માં કર મુક્તિ આવક મર્યાદા વધારવાની સાથે સાથે રેકોર્ડ રેલવ બજેટ રજૂ કર્યુ હતુ. બજેટ 2023ની મુખ્ય ઘોષણા પર એક નજર

Written by Ajay Saroya
Updated : February 01, 2024 11:08 IST
અંતરિમ બજેટ 2024 : નિર્મલા સીતારામનના અમતૃકાળના બજેટ 2023ની મુખ્ય ઘોષણાઓ પર એક નજર
નાણાં મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીના રોજ સંસંદમાં બજેટ રજૂ કરશે. (Photo - Freepik)

Nirmala Sitharaman Budget 2023 Highlights : બજેટ 2024 નાણા મંત્રી નિર્મલા સીતારામન આજે સંસદમાં તેમનું છઠ્ઠું કેન્દ્રીય બજેટ રજૂ કર માટે તૈયાર છે. આ બજેટની રજૂઆત સાથે, સીતારામન તેમના પુરોગામી જેમ કે અરુણ જેટલી, પી ચિદમ્બરમ, યશવંત સિંહા અને મનમોહન સિંહના રેકોર્ડને વટાવી જશે, જેમણે સતત પાંચ બજેટ રજૂ કર્યા હતા.

બજેટ 2023માં બે મુખ્ય લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે : નવી નોકરીઓનું સર્જન કરવા અને વૃદ્ધિને આગળ ધપાવવા માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું. અને બીજું, મૂડી ખર્ચમાં વધારો કરવો તેમજ જાહેર ક્ષેત્રની કંપનીઓ એટલે કે PSUમાં સરકારના હિસ્સાનું વિનિવેશ કરવું.

  • બજેટ 2023માં કુલ 45 લાખ કરોડનો ખર્ચ અને ઋણ ઉપરાંત કુલ રિસિપ્ટ 27.2 લાખ કરોડ અંદાજવામાં આવી હતી.
  • નેટ ટેક્સ રિસિપ્ટ્સ રૂ. 23.3 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
  • રાજકોષીય ખાધ જીડીપીના 5.9 ટકા રહેવાનો અંદાજ છે.
  • ડેટ માર્કેટમાં 11.8 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાનો અંદાજ છે.
  • ગ્રોસ માર્કેટ બોરોઇંગ રૂ. 15.4 લાખ કરોડનો અંદાજ મૂક્યો છે.
  • ભારતીય રેલ્વે માટે રૂ. 2.4 લાખ કરોડનો સૌથી વધુ મૂડી ખર્ચ.

બજેટ 2023ની મુખ્ય હાઇલાઇટ્સ (Budget 2023 Highlights) :

નિર્મલા સીતારામને બજેટ 2023ના અમૃત કાળ દરમિયાન ‘સપ્તર્ષિ’ અથવા નરેન્દ્ર મોદી સરકારની ટોચની સાત પ્રાથમિકતાઓની જાહેરાત કરી હતી . આ યાદીમાં સમાજના તમામ વર્ગોના સર્વસમાવેશક વિકાસ, સરકારની નીતિઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અવરોધોને દૂર કરીને અર્થવ્યવસ્થાની સંભાવનાનો વિસ્તાર કરવો, હરિયાળી ક્રાંતિ, યુવાનોની સંભવિતતાનો ઉપયોગ અને વિકાસમાં મદદ કરવા માટે ભારતના નાણાકીય ક્ષેત્રને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. .

  • 2014થી ભારતની માથાદીઠ આવક બમણીથી વધુ વધીને ₹1.97 લાખ થઈ છે.
  • ભારતીય અર્થતંવ્યવસ્થા છેલ્લા નવ વર્ષમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે.
  • એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સભ્યોની સંખ્યા બમણીથી વધીને 27 કરોડ થઈ ગઈ છે.

budget 2024 | nirmala sitharaman | nirmala sitharaman budget 2024 | budget 2024 Photo | nirmala sitharaman Photo | budget 2024 News
Budget 2024 : બજેટ 2024 નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું છઠ્ઠું બજેટ છે. (Photo – freepik)

નાણા મંત્રી એ પીએમ મોદીના ફ્લેગશિપ મિશન પર અપડેટ પણ રજૂ કર્યું:

  • જન ધન બેંક યોજના હેઠળ 47.8 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.
  • સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ 11.7 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા.
  • પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 9.6 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે.
  • પીએમ સુરક્ષા વીમા અને પીએમ જીવન જ્યોતિ યોજના યોજનાઓ હેઠળ 44.6 કરોડ વ્યક્તિઓ માટે વીમા કવચ.
  • પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11.4 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 2.2 લાખ કરોડ રોકડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

7 લાખ સુધીની આવક કર મુક્ત (Income Tax Rate) :

બજેટ 2023માં નાણાં મંત્રાલયે કરદાતાઓને મોટી રાહત આપતા કર મુક્ત આવક મર્યાદા 5 લાખથી વધારીને 7 લાખ કરવાની જાહેરાત કરી હતી. સીતારામને ટેક્સ મુક્તિ મર્યાદા વધારીને રૂ. 3 લાખ કરી અને સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરી હતી. ગયા વર્ષે જાહેર કરાયેલા ટેક્સ સ્લેબ નીચે મુજબ છે:

કુલ આવક ટેક્સ રેટ
3,00,000 લાખ સુધીકોઇ ટેક્સ નહીં
3,00,001 થી 6,00,0005
6,00,001 થી 9,00,00010
9,00,001 થી 12,00,00015
12,00,001 થી 15,00,00020
15,00,000 લાખથી વધુ30

ક્રેડિટ: પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો

પરોક્ષ કરવેરા (Indirect Taxes) :

  • કાપડ અને કૃષિ સિવાયના માલસામાન માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટી દરોની સંખ્યા 21 થી ઘટાડીને 13 કરવામાં આવી.
  • સોનું – ચાંદી અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 15 ટકા કરવામં આવી હતી.
  • ક્રૂડ અને ગ્લિસરીન પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી.
  • અમુક ચોક્કસ સિગારેટ પર નેશનલ ક્લેમિટી કન્ટિનજન્ટ ડ્યૂટી (NCCD) માં લગભગ 16 ટકાનો વધારો.
  • લિથિયમ-આયન સેલ્સના ઉત્પાદન માટે નિર્દિષ્ટ કેપિટલ ગુડ્સ અને મશીનરી પર શૂન્ય કસ્ટમ ડ્યુટી માર્ચ 31, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  • ટીવી પેનલના ઓપન સેલના પાર્ટ્સ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરાઇ હતી, ઇલેક્ટ્રિક કિચન ચીમની પર ડ્યૂટી વધારીને 15 ટકા કરવામાં આવી હતી.

ભારતનું અર્થતંત્ર (Indian Economy) :

GIFT IFSC માં વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ઘોષણા :

  • બેવડા નિયમનને ટાળવા માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ, 2005 હેઠળ IFSCAને વધુ સત્તા સોંપી હતી.અધિકારીઓની નોંધણી અને મંજૂરી માટે સિંગલ વિન્ડો આઇટી સિસ્ટમ સેટ કરવી.વિદેશી બેંકોના IFSC બેંકિંગ એકમો દ્વારા એક્વિઝિશન ફાઇનાન્સિંગને મંજૂરી.બેન્કિંગ ગવર્નન્સને સુધારવા માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, બેન્કિંગ કંપની એક્ટ અને રિઝર્વ ઓફ ઈન્ડિયા એક્ટમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે.GIFT IFSCમાં દેશોને તેમના ડેટા એમ્બેસી સ્થાપવા માટે સુવિધા આપવામાં આવશે.
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યોરિટીઝ માર્કેટ્સમાં શિક્ષણ માટેના ધોરણો વિકસાવવા અને તેનું નિયમન કરવા માટે સેબીને સત્તા આપવી.
  • નાની બચત યોજનાને પ્રોત્સાહન આપવા મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટની ઘોષણા, જેમાં મહિલાઓને 7.5 ટકાના વ્યાજદરે 2 લાખ રૂપિયા સુધીની થાપણની સુવિધા મળશે.માસિક આવક ખાતાની યોજના માટે મહત્તમ જમા મર્યાદા સિંગલ એકાઉન્ટ માટે વધારીને રૂ. 9 લાખ અને જોઇન્ટ એકાઉન્ટ માટે રૂ. 15 લાખ કરવામાં આવી હતી.
  • રાજકોષીય ખાધ રાજ્યોના GSDPના 3.5 ટકા સુધી રાખવા મંજૂરી.

Gift City | Gujarat International Finance Tec City | International Financial Services Centre | GIFT IFSC | IFSC
ગુજરાતમાં ગાંધીનગરની નજીક ગિફ્ટ સિટી આવેલી છે. (Photo – www.giftgujarat.in)

ખેતી (Agriculture)

  • ગ્રામીણ એગ્રી-સ્ટાર્ટઅપ્સને ફંડ આપવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના.
  • વધુ સંશોધન માટે અને ભારતને ‘શ્રી અન્ના’ માટે વૈશ્વિક હબ બનાવવા માટે હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ રિસર્ચને સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે સમર્થન આપવામાં આવશે.
  • પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે રૂ. 20 લાખ કરોડ કૃષિ ધિરાણ મળશે.
  • માછીમારો અને માછલી વિક્રેતાઓની પ્રવૃત્તિઓને વધુ સક્ષમ બનાવવા માટે PM મત્સ્ય સંપદા યોજનાની રૂ. 6,000 કરોડની યોજના.
  • 2,516 કરોડના રોકાણ સાથે 63,000 પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS)નું કોમ્પ્યુટરાઇઝેશન.
  • ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ગોબરધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન) યોજના હેઠળ 500 નવા પ્લાન્ટની સ્થાપના.
  • દરિયાકિનારે અને મીઠાની જમીન પર મેન્ગ્રોવના વાવેતર માટે મેન્ગ્રોવ પહેલ શરૂ કરાશે.

Budget 2024 | budget 2024 expectations | nirmala sitharaman | nirmala sitharaman Budget 2024 | Income Tax Slab | Budget 2024 nirmala sitharaman | Budget 2024 Tax rules
Budget 2024 : બજેટ 2024માં કરદાતાઓને ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત મળવાની અપેક્ષા છે. (Photo – igGujarati.com)

ઉર્જા (Energy)

  • અશ્મિભૂત ઇંધણની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ ઘટાડવા માટે 2030 સુધીમાં ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ 5 MMTનું વાર્ષિક ઉત્પાદન.
  • ઊર્જા સુરક્ષા, ઊર્જા સંક્રમણ અને ચોખ્ખા શૂન્ય ઉદ્દેશ્યો માટે રૂ. 35,000 કરોડનો ખર્ચ.
  • અર્થતંત્રને ટકાઉ વિકાસના માર્ગ પર આગળ વધવા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • રૂ. 20,700 કરોડનું રોકાણ કેન્દ્રીય સમર્થન સહિત રૂ. 8,300 કરોડ લદ્દાખમાંથી 13 GW પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્થળાંતર અને ગ્રીડ એકીકરણ માટે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમને મજબૂત કરવા માટે.

સંરક્ષણ (Defence) :

  • દેશનું સંરક્ષણ બજેટ વાર્ષિક ધોરણે 13.8 ટકા વધીને રૂ. 5.94 લાખ કરોડ થયું.
  • સશસ્ત્ર દળોના આધુનિકીકરણ અને માળખાગત વિકાસ અને અપગ્રેડેશન માટે રૂ. 1.62 લાખ કરોડનો મૂડી ખર્ચ.
  • નિવૃત્ત સૈન્ય કર્મચારીઓના પેન્શન માટે રૂ. 1.38 લાખ કરોડની ફાળવણી.
  • ભારતની સરહદો પર વ્યૂહાત્મક રસ્તાઓ અને પુલોના નિર્માણ અને જાળવણી માટે જવાબદાર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નું મૂડી બજેટ 43 ટકા વધીને રૂ. 5,000 કરોડ થયું છે.

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ (Education and Skill Development) :

  • હાલની 157 મેડિકલ કોલેજોની સાથે નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
  • 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની ભરતી.
  • કોડિંગ, AI, રોબોટિક્સ, મેકાટ્રોનિક્સ, IOT, 3D પ્રિન્ટિંગ, ડ્રોન વગેરેમાં યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવી.
  • આંતરરાષ્ટ્રીય તકો માટે યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા માટે 30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર.
  • 1 એપ્રિલ, 2023 થી MSME માટે સુધારેલી ક્રેડિટ ગેરંટી યોજના માટે રૂ. 9,000 કરોડની સહાય.
  • ત્રણ વર્ષમાં 47 લાખ યુવાનોને સ્ટાઇપેન્ડ આપવા માટે નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) શરૂ કરી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ