Budget 2024: કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે (7 ડિસેમ્બર 2023) કહ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ વોટ ઓન એકાઉન્ટ બજેટ હશે જે લોકસભા ચૂંટણી પહેલા આવશે.
નિર્મલા સીતારમણ બજેટ 2024 રજૂ કરશે (Nirmala Sitharaman Presented Budget 2024)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ વખતે બજેટ 2024 એ વોટ ઓન એકાઉન્ટ બજેટ હશે કારણ કે અમે ચૂંટણી મોડમાં છીએ. આથી સરકાર જે બજેટ રજૂ કરશે તે નવી સરકારની રચના પહેલા તમામ સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ રજૂ કરવામાં આવશે. આ લેખમાં આપણે જાણીશું કે વોટ ઓન એકાઉન્ટ શું છે?
વોટ ઓન એકાઉન્ટ શું છે અને તે વચગાળાના બજેટથી કેવી રીતે અલગ છે? (What Is Difference between Of Vote On Account And Interim Budget)
વોટ ઓન એકાઉન્ટ કે લેખાનુદાન એ નવા નાણાકીય વર્ષની શરૂઆત સુધી મર્યાદિત સમયગાળા માટે જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતના સંકલિત કુલ ભંડોળમાંથી સરકારને આપવામાં આવતી એડવાન્સ ગ્રાન્ટ છે. તે માત્ર સરકારી ખર્ચ માટે છે, આ હેઠળ સરકાર કોઈપણ નીતિગત નિર્ણયો લેતી નથી, જેમ કે ટેક્સના રેટમાં ફેરફાર અથવા નવી યોજનાઓની જાહેરાત આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી નથી.
વચગાળાના બજેટ અને વોટ ઓન એકાઉન્ટને લઈને ઘણી મૂંઝવણ છે, કેટલીકવાર તેમને એક અને સમાન ગણવામાં આવે છે, પરંતુ એવું નથી, તે બંને અલગ-અલગ છે.
એક મોટો તફાવત એ છે કે વોટ ઓન એકાઉન્ટ ટેક્સ સિસ્ટમને પ્રભાવિત કરી શકતું નથી, જ્યારે વચગાળાનું બજેટ તેને બદલી શકે છે. વધુમાં, વચગાળાના બજેટમાં ખર્ચ અને આવક બંનેનો સમાવેશ થાય છે જ્યારે વોટ ઓન એકાઉન્ટમાં માત્ર સરકાર દ્વારા ખર્ચ કરવાના ભંડોળની યાદી હોય છે.
વચગાળાના બજેટની લોકસભામાં ચર્ચા કરવામાં આવે છે અને પછી પસાર થાય છે જયારે વોટ ઓન એકાઉન્ટ ખાસ કરીને ખર્ચ સાથે સંબંધિત હોય છે અને લોકસભા દ્વારા કોઈપણ ચર્ચા વિના પસાર કરવામાં આવે છે.
આ પણ વાંચો | બજેટ શું છે, કેટલા મહિનામાં તૈયાર થાય છે, કેવી રીતે આપણી બચત અને રસોડાને સીધી અસર કરે છે? જાણો
વચગાળાનું બજેટ સંપૂર્ણ બજેટ જેવું જ હોય છે પરંતુ તેમાં માત્ર થોડા મહિના માટેના અંદાજો હોય છે જ્યારે વોટ ઓન એકાઉન્ટ વચગાળાના બજેટ દ્વારા પસાર કરી શકાય છે.
વચગાળાનું બજેટ સમગ્ર વર્ષ માટે માન્ય હોય છે, બીજી તરફ, વોટ ઓન એકાઉન્ટ સામાન્ય રીતે 2 મહિના માટે માન્ય હોય છે.