મધ્ય પ્રદેશના ખરગોનમાં મંગળવારે એક મોટુ દુર્ઘટના ઘટી હતી. જેમાં 15 લોકોના મોત થયા હતા. ઇન્દોર તરફથી આવી રહેલી બસ પુલ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટના ગ્રસ્ત બસમાં 50 લોકો સવાર હતા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
સરકારે મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત
મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની તાત્કાલિક આર્થિક સહાયની જાહેરાત કરી છે. તદુપરાંત, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ₹50,000 અને નાની ઈજાવાળાને ₹25,000 આપવામાં આવશે.
(સમાચાર અપડેટ થઇ રહ્યા છે)