મધ્ય પ્રદેશમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોના મોત, એક ઘાયલ

madhya pradesh car and bus accident: મધ્ય પ્રદેશના બેતૂલમાં ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

madhya pradesh car and bus accident: મધ્ય પ્રદેશના બેતૂલમાં ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

અકસ્માત પ્રતિકાત્મક તસવીર

Madhya pradesh Betul Road Accident: મધ્ય પ્રદેશના બેતૂલમાં ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ઝાલ્લર પોલીસ સ્ટેશન પાસે એક બસ અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. બેતુલના એસપી સિમલા પ્રસાદના જણાવ્યા પ્રમાણે એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisment

ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે ઝાલ્લર પોલીસ સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને વાહનોને કબ્જે લીધા હતા. પોલીસ અત્યારે ઘટનાની તપાસ કરી રહી છે. બેતુલના એસપી સિમલા પ્રસાદે અકસ્માતની જાણકારી આપતા જણાવ્યું હતું કે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધું હતું. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મૃતકોની હજી સુધી ઓળખ થઈ નથી

એસપી પ્રસાદના જણાવ્યા પ્રમાણે લાશોની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારે રાત્રે દુર્ઘટના એ સમયે ઘટી જ્યારે ફૂલ સ્પીડમાં ટવેરા કાર એક બસને જઈને અથડાઈ હતી.

પાંચ પુરુષ, ચાર મહિલા અને બે બાળકોના મોત

ઘટના અંગે માહિતી આપતા એસપી પ્રસાદે જણાવ્યું હતું કે, બસ અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. જેમાં પાંચ પુરુષ, ચાર મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોની હજી સુધી ઓળખ થઈ નથી.

Advertisment
અકસ્માત દેશ