મહારાષ્ટ્રના રાજગઢ જિલ્લામાં શનિવારે સવારે ખીણમાં બસ ખાબકી હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધારે લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનામાં પુણે-રાયગઢ સીમા ઉપર સવારે 4.30 વાગ્યે ઘટી હતી. જ્યારે બસ પુણેથી પિંપલ ગુરાવથી ગોંરેગાંવ જઈ રહી હતી. દુર્ઘટના સમયે બસમાં 41 યાત્રીઓ સવાર હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.
આ પહેલા રાયગઢના એસપી સોમનાથ ઘાર્ગેએ જણાવ્યું હતું કે રાયગઢથી ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં ખાબકવાથી સાત લોકોના મોત નીપજ્યા હતા. 25થી વધારે ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે સ્થાન પર દુર્ઘટના ઘટી હતી. તેની પાસે એમ્બ્યુલન્સ અને પોલીસ વાહન જોવા મળ્યા હતા.
ખીણમાં પડ્યા બાદ બસના ભુકકા બોલાયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ અને અન્ય યાત્રીઓની ગાડીથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. બસ ખીણ કેવી રીતે ખાબકી એ અંગે હજી સુધી જાણવા મળ્યું નથી. પોલીસે તપાસ શરુ કરી દીધી છે. લોકોએ જણાવ્યું કે ઘટના બાદ ભારે અવાજ અને લોકોની ચીસો સાંભળીને સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.