પતિ પત્ની સાથે જબરદસ્તી અકુદરતી સંબંધ બનાવતો, ફાસ્ટ ટ્રેક કોર્ટે ફટકારી આટલા વર્ષની સજા

Unnatural sex by husband case Chhattisgarh : છત્તીસગઢના ભિલાઈ દુર્ગ (durg) માં વેપારી પતિએ પત્ની સાથે જબરદસ્તી આચર્યુ અકુદરતી સેક્સ, કોર્ટે 9 વર્ષની સજા ફટકારી

Unnatural sex by husband case Chhattisgarh : છત્તીસગઢના ભિલાઈ દુર્ગ (durg) માં વેપારી પતિએ પત્ની સાથે જબરદસ્તી આચર્યુ અકુદરતી સેક્સ, કોર્ટે 9 વર્ષની સજા ફટકારી

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Unnatural sex by husband case Chhattisgarh

પતિ દ્વારા અકુદરતી સેક્સ મામલો છત્તીસગઢ (પ્રતિકાત્મક તસવીર)

Unnatural sex by husband case Chhattisgarh : છત્તીસગઢના એક વેપારીને 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બિઝનેસમેન પર તેની પત્નીને અકુદરતી સેક્સ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાબિત થતા તેને 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. દુર્ગની ફાસ્ટ ટ્રેક કોર્ટે આ સજા સંભળાવી છે. વેપારી ભિલાઈ-દુર્ગ શહેરના છે. બિઝનેસમેનની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, 2007 માં તેમના લગ્ન પછી તરત જ તેને બળજબરીથી અકુદરતી સેક્સ સહિત માનસિક અને શારીરિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.

Advertisment

વેપારીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેને દહેજ માટે પણ હેરાન કરવામાં આવી હતી. આ બધાથી પરેશાન થઈને તેણે સાસરે છોડીને સિંગલ મધર બનીને દીકરીને ઉછેરવાનું નક્કી કર્યું. તે 2016 માં તેની પુત્રી સાથે તેના માતાપિતા પાસે પાછી ગઈ. આરોપીની પત્નીએ 7 મે, 2016ના રોજ સુપેલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ અકુદરતી સેક્સ માટે આઈપીસી કલમ 377 અને દહેજ માટે સતામણી માટે કલમ 498A હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, આરોપીને પ્રોબેશનનો લાભ આપવો યોગ્ય નથી." આરોપીનો ગુનો IPCની કલમ 377 હેઠળ આવે છે, જે સજાપાત્ર ગુનો છે. IPC કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી) હેઠળ એક વર્ષની સખત કેદ અને 1,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો."

આ પણ વાંચો - RRU : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી J&K, દુબઈમાં હાજરી વધારવા માટે તૈયાર, શું છે પ્લાન? અનેક યુવાનોને રોજગારી મળશે?

Advertisment

કોર્ટે કહ્યું કે બંને સજા એકસાથે ચાલશે. આ સિવાય પીડિતાની પત્નીની ફરિયાદ પર વેપારીના માતા-પિતાને પણ આ જ આરોપમાં 10-10 મહિનાની જેલ થઈ હતી.

છત્તીસગઢ ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ