CAA: નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા અંગે કેન્દ્રિય મંત્રી શાંતનુ ઠાકુરનું મોટું નિવેદન

સીએએ એક્ટ લાગુ કરવાને લઈ કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકુરે કહ્યું કે, સાત દિવસમાં સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે, અમિત શાહે પણ આપ્યું મોટુ નિવેદન.

સીએએ એક્ટ લાગુ કરવાને લઈ કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકુરે કહ્યું કે, સાત દિવસમાં સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે, અમિત શાહે પણ આપ્યું મોટુ નિવેદન.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
CAA Act News

સીએએ એક્ટ મામલે કેન્દ્રીય મંત્રીનું મોટુ નિવેદન

નાગરિકતા સંશોધન કાયદો (CAA એક્ટ) લાગુ કરવા અંગે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દાવો કર્યો હતો કે, આગામી 7 દિવસમાં CAA સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં જાહેર ભાષણ આપી રહ્યા હતા. તેમણે મંચ પરથી આ અંગે ગેરંટી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હું મંચ પરથી બાંહેધરી આપું છું કે, માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં CAA એક સપ્તાહની અંદર લાગુ થઈ જશે.

Advertisment

CAA માટે શાંતનુ ઠાકુરે શું કહ્યું?

CAA એક્ટ અંગે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આ રાજ્યના મુખ્યમંત્રી કહે છે, જો તમારી પાસે મતદાર કાર્ડ છે, જો તમારી પાસે આધાર છે, તો તમે નાગરિક છો, તમે મત આપી શકો છો, તમે મતદાન કરનાર નાગરિક છો, પરંતુ અહીં મેં સાંભળ્યું છે કે, હજારો લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જે લોકોને વોટના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે તે તમામ માટુઆ સમુદાયના છે. આ તમામ ભાજપના સમર્થક છે, તેથી તેમને મતદાર કાર્ડ આપવામાં આવ્યા નથી.

ગૃહમંત્રી અમિત શાહે પણ નિવેદન આપ્યું હતું

કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન ડિસેમ્બરમાં સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સીએએને લાગુ કરવામાં આવશે કે નહીં તે અંગે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આના પર હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, તેને લાગુ થવાથી કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો - Criminal Law Bill : નવા કાયદામાં શું છે? કયા ગુના ઉમેરાયા, કઈ કલમો હટાવાઈ, શું ફેરફાર થયો? જાણો બધુ

Advertisment

CAA કાયદો 2019 માં પસાર થયો હતો

તમને જણાવી દઈએ કે, CAA ડિસેમ્બર 2019 માં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. આ પછી દેશભરમાં ઘણી જગ્યાએ આને લઈને દેખાવો થયા હતા. આ કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જો કે, ઘણા રાજ્યોમાં CAA વિરુદ્ધ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. આમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ હતું.

ગુજરાતી ન્યૂઝ દેશ