/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Indian-navy.jpg)
ભારતીય નૌસેના ફાઇલ તસવીર
Indian navy officer death penalty : કતરમાં આઠ પૂર્વ નૌસેનિકોને મળેલી ફાંસીની સજાથી આખો દેશ ચોંકી ગયો છે. ભારત સરકાર પણ આ પ્રકારના આદેશથી સ્તબ્ધ રહી ગઈ છે. જે આઠ પૂર્વ નૌસેનાના અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. તેના પર જાસૂસીનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ છે કે આ અધિકારીઓએ ઇઝરાયલને કતારની સબમરીન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. ચિંતાની વાત છે કે ભારત સરકાર પાસે પણ આ કેસની પર્યાપ્ત જાણકારી નથી. તેમને કતરની સરકાર પાસે એક વિસ્તૃત રિપોર્ટની રાહ છે.
વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં કતરમાં ફસાયેલા આ આઠ ભારતીયોની દરેક સંભવ મદદ કરવામાં આવશે. તેમને કાનૂની સહાયતા આપવામાં આવશે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવશે કે દરેક ફસાયેલા ભારતીઓને સતત કાઉન્સિલિંગ એકસેસ મળતી રહે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું કાયદાનો વિકલ્પ બચે છે? શું ખરેખર આ ભારતીયોનો જીવ બચી શકે છે?
કાયદાના જાણકારો પ્રમાણે તમામ આંતરરાષ્ટ્રીય કાયદા અને આઇસીસીપીપીના પ્રાવધાનમાં દરેક મામલામાં ફાંસીની સજા ન થઈ શકે. માત્ર કેટલાક મામલામાં જ ફાંસી આપવાની જોગવાઈ છે. આ કારણે ફસાયેલા ભારતીઓ પાસે પણ અનેક વિકલ્પ ખુલ્લા છે. અત્યારે તો આ નિર્ણય વિરુદ્ધ કતરમાં ઉપરી અદાલતમાં મોકલવામાં આવી શકે છે. જો ત્યાંથી પણ રસ્તો ન નીકળે તો મદદ માટે આંતરરાષ્ટ્રીય કોર્ટ હાજર જ છે.
આ ઉપરાંત ભારતના આ સમયે કતર સાથેના સંબંધો સારા ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજનયિક દબાવ પણ બનાવી શકે છે. એનજીઓ અને સિવિલ સોસાયટી થકી આ મુદ્દા પર વૈશ્વિક મંચો પર ઉઠાવી શકાય છે. એટલે કે ભારત સરકાર હજી પણ આ નૌસૈનિકોનો જીવ બચાવી શકે છે.
આ પણ વાંચોઃ-આજનો ઇતિહાસ 27 ઓક્ટોબર : ઈન્ફન્ટ્રી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેના માટે Infantry Dayનું શું મહત્વ છે?
મીડિયા રિપોર્ટ અનુસાર જે ભારતીયોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. તેમને એપ્રિલ મહિનામાં ગલ્ફ નેશનલ સીક્રેટિવ પ્રોગ્રામની જાસૂસીના ધોષી ઠેળવ્યા છે. આમની સામે આ વર્ષે માર્ચ મહિનામાં લીગલ એક્શન શરુ થયા હતા. જોકે, ન્યૂઝ એજન્સી પીટીઆઈ - ભાષા દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ભારતીય નૌસેનાના આ આઠ પૂર્વ કર્મચારી ગત વર્ષે ઓગસ્ટ મહિનાથી જેલમાં છે.
કતરના અધિકારીઓ તરફથી ભારતીઓ સામે લગાવવામાં આવેલા આરોપોને સાર્વજનિક કર્યા નથી. આ પૂર્વ સૈનિકોના પરિવારોને પણ તેમના ઉપર લગાવેલા ઔપચારિક આરોપોની જાણકારી આપવામાં આવી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us