/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/case-of-rape-against-a-woman.jpg)
મહિલા વિરુદ્ધ બળાત્કારનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલશે
Case of Rape Against a Woman : આઈપીસીની કલમ 375 હેઠળ માત્ર પુરુષ પર જ બળાત્કારનો આરોપ લગાવી શકાય છે. પરંતુ એક કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે, જેમાં એક મહિલા પર પણ બળાત્કારનો આરોપ લાગ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું મહિલા પર પણ બળાત્કારનો આરોપ લગાવી શકાય? આ પાસા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે અને આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો 62 વર્ષની મહિલા સાથે જોડાયેલો છે. હકીકતમાં મહિલા અને તેના મોટા પુત્ર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આરોપો હુમલાથી લઈને બળાત્કાર સુધીના છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, વૃદ્ધ મહિલાએ તેના નાના પુત્ર સાથે લગ્ન કરવા માટે તેના પર દબાણ કર્યું હતું. તેને એક રૂમમાં પણ બંધ કરી દેવામાં આવી અને તેના કેટલાક ફોટોગ્રાફ્સ ક્લિક કરીને બ્લેકમેલ કરવામાં આવી.
કોના આરોપમાં કેટલી સત્યતા?
હવે આ તમામ દાવા ફરિયાદીના છે, પરંતુ વૃદ્ધ મહિલાએ તેને સદંતર ફગાવી દીધા છે. તેનું કહેવું છે કે, યુવતીના પરિવારજનો જ તેના પર લગ્ન સમાપ્ત કરવા માટે દબાણ કરી રહ્યા હતા. 11 લાખ રૂપિયા આપવાની વાત પણ કરવામાં આવી હતી, પરંતુ તે છતાં યુવતીએ તેના પર અને તેના પુત્ર પર આરોપ લગાવ્યો હતો. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, વૃદ્ધ મહિલાને નીચલી કોર્ટમાંથી રાહત મળી નથી, પરંતુ હવે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવા જઈ રહી છે. પ્રશ્ન એ રહે છે કે, શું મહિલા પર બળાત્કારનો આરોપ લગાવી શકાય કે નહીં?
આ પણ વાંચો - Pannu Murder Conspiracy Case : અમેરિકાના શું આરોપ છે? ગુરપતવંત સિંહ પન્નુ બાદ અન્ય લોકો પણ હતા નિશાને!
જો કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં, અલ્હાબાદ કોર્ટે એક નિર્ણયમાં કહ્યું હતું કે, મહિલા બળાત્કાર કરી શકતી નથી, પરંતુ જો તે સામૂહિક બળાત્કાર જેવી ઘટનામાં કોઈપણ રીતે મદદ કરે છે, તો તેની સામે IPC ની સુધારેલી જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us