Bihar Caste Census: બિહાર જાતિગત વસ્તી ગણતરી કેસમાં નીતિશ સરકારને મળી જીત, હવે થઇ શકશે જાતિ આધારિત સર્વે

Caste Census in Bihar: દેશમાં જાતિગત વસ્તી ગણતરી મામલે બિહાર સરકારને રાહત મળી છે. પટના હાઇકોર્ટે આ અંગેની અરજી રદ કરતાં બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઇ શકશે. જોકે આ મામલે અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

Caste Census in Bihar: દેશમાં જાતિગત વસ્તી ગણતરી મામલે બિહાર સરકારને રાહત મળી છે. પટના હાઇકોર્ટે આ અંગેની અરજી રદ કરતાં બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઇ શકશે. જોકે આ મામલે અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Nitish Kumar | Bihar Chief Minister | Nitish Kumar News in Gujarati

Bihar CM Nitish Kumar : બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર

Bihar Caste Census case: બિહારમાં નીતિશ સરકાર હવે જાતિગત વસ્તી ગણતરી કરાવી શકશે. રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી અટકાવવા માટે કરાયેલી અરજી પટના હાઇકોર્ટે રદ કરી દીધી છે. હાઇકોર્ટના આ આદેશને પગલે બિહાર રાજ્યમાં હવે જાતિ આધારિત વસ્તી ગણતરીને લીલી ઝંડી મળી છે. દેશમાં જાતિગત વસ્તી ગણતરી મામલે વિવાદ ઉઠ્યો હતો અને સૌ કોઇની નજર કોર્ટના ફેંસલા પર હતી.

Advertisment

પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ પાર્થ સારથીની પીઠે જાતિ આધારિત વસતી ગણતરીને પડકારતી વિવિધ અરજીઓ અંગે આ આદેશ આપ્યો છે.

બિહાર રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી બે તબક્કામાં કરાશે. જેમાં પહેલા તબક્કો જાન્યુઆરીમાં કરાયો હતો જેમાં ઘર ગણતરીનો સર્વે કરાયો હતો અને બીજો તબક્કો 15 એપ્રિલથી શરૂ કરાયો હતો. જેમાં લોકોની જાતિ અને સામાજિક આર્થિક સ્થિતિ સંબંધિત સર્વે પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ સમગ્ર પ્રક્રિયા આ વર્ષે મે માસમાં પૂર્ણ કરવાની યોજના હતી પરંતુ 4 મેના રોજ આ મામલે હાઇકોર્ટે સ્ટે આપતાં કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

હાઇકોર્ટે અગાઉ સ્ટે આપ્યો હતો

બિહાર પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ મધુરેશ પ્રસાદની ખંડપીઠે જાતિગત વસ્તી ગણતરીને પડકારતી વિવિધ ત્રણ અરજીઓ સંબંધિત કેસમાં સ્ટે આપ્યો હતો અને નોંધ્યું હતું કે, આ સર્વે એક વસ્તી ગણતરી છે અને જે માત્ર કેન્દ્ર સરકાર જ કરી શકે છે.

Advertisment

કોર્ટે એ પણ કહ્યું હતું કે, અમારી ધ્યાનમાં આવ્યું છે કે, જાતિ આધારિત આ સર્વેની આડમાં વસ્તી ગણતરી થઇ રહી છે. જેને કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને જ છે અને આ માટે વસ્તી ગણતરી અધિનિયમ 1948 બનાવાયો છે.

આ આદેશ બાદ બિહાર સરકારે જાતિ આધારિત સર્વેક્ષણ પર સ્ટે વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે સ્ટે હટાવવા મામલે ઇન્કાર કર્યો હતો અને આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે મામલે આજે ફેંસલો આવ્યો છે.

bihar સુપ્રીમ કોર્ટ politics