scorecardresearch

મનિષ સિસોદિયાની ધરપકડ : મનિષ સિસોદિયાની CBIએ કેમ ધરપકડ કરી? પોલીસમાં ગરબડીથી લઈને અધિકારીની સાક્ષી સુધી જાણો બધું જ

Manish Sisodia Arrested by CBI : સીબીઆઈએ સિસોદિયાને રવિવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. ગત વર્ષ સીબીઆઈએ તેમના ઘર સહિત 31 સ્થળો ઉપર દરોડા પણ પાડ્યા હતા.

manish sisodia,manish sisodia news, sisodia news
દિલ્હી ડે.સીએમ મનિષ સિસોદિયાની ધરપકડ (Express Photo: Prem Nath Pandey)

Manish Sisodia Arrested by CBI: દિલ્હીના દારુ નીતિ કૌભાંડ મામલે સીબીઆઈએ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ કરી છે. આ પહેલા તેમની 8 કલાક લાંબી પૂછપરછ કરી હતી. સીબીઆઈએ સિસોદિયાને રવિવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. ગત વર્ષ સીબીઆઈએ તેમના ઘર સહિત 31 સ્થળો ઉપર દરોડા પણ પાડ્યા હતા. આ કેસમાં આ પહેલા પણ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેમકરવામાં આવી મનિષ સિસોદિયાની ધરપકડ?

દિલ્હીને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપર પુરાવા નષ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. એલું જ નહીં આ મામલે બ્યૂરોક્રેટે સિસોદિયા વિરુદ્ધ નિવેદન પણ આપ્યું છે. તેમના નિવેદનને આઇપીસીની કલમ 164 અંતર્ગત નોંધાવામાં આવ્યું છે. સિસોદિયા ઉપર આઇપીસીની કલમ 120-બી (ગુનાહીત ષડયંત્ર), 477-એ (છેતરપિંડીનો ઇરાદો) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અંતર્ગ ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઇએ આ મામલે સિસોદિયા વિરુદ્ધ ડિજિટલ પુરાવા હાથ લાગ્યા છે. જેમાં વોટ્સએપ ચેટથી લઇને અનેક ફોનના આઇએમઈઆઈ નંબર મળ્યા છે. જેને સિસોદિયા ઉપયોગ કરી રહ્યા હતા. આ પુરાવાને પૂછપરછ દરમિયાન સિસોદિયાની સામે પણ રાખવામાં આવ્યા હતા. જેનો તેઓ જવાબ આપી શક્યા ન્હોતા.

પોલિસીમાં કેમ કર્યો ફેરફાર?

CBIએ સિસોદિયાને જ્યારે પૂછ્યું કે દારુ નીતિમાં કેમ ફેરફાર કર્યો અને તેની જરૂર કેમ પડી, તો સિસોદિયા તેનો જવાબ આપી શકયા નહીં. દારુ નીતિમાં કેટલીક એવી જોગવાઇ જોડવામાં આવી હતી જે પહેલા ડ્રાફનો ભાગ ન્હોતી. અનેક જોગવાઇઓને લઇને કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન્હોતી. અને ફાઇલોમાં પણ આ પ્રકારનો કોઈ જ રેકોર્ડ મળ્યો નહીં.

શું છે આખો મામલો?

ઉલ્લેખનીય છે કે 17 નવેમ્બર 2021ના રોજ દિલ્હી સરકાર નવી લિકર પોલિસી લાવી હતી. જોકે, વિવાદ વધતાં થોડા સમય બાદ તેને રદ્દ કરવામાં આવી હતી. આ નીતિમાં સરકારે પોતાને દારૂના વેચાણમાંથી બાકાત રાખી હતી અને માત્ર ખાનગી દુકાનોને જ તેને વેચવાની છૂટ આપી હતી.

આ અંતર્ગત પાટનગરમાં 32 ઝોન બનાવવામાં આવ્યા હતા અને દરેક ઝોનમાં મહત્તમ 27 દુકાનો ખોલવાની હતી. આ રીતે કુલ 849 દુકાનો ખોલવાની હતી. આબકારી વિભાગ મનીષ સિસોદિયા પાસે છે. તેથી જ તેને આ નીતિ માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. આ નીતિ હેઠળ દિલ્હીમાં દારૂની હોમ ડિલિવરી અને દુકાનો પણ સવારે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પોલિસીમાં લાયસન્સધારકોને દારૂ પર અમર્યાદિત ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું. એલ-1 લાયસન્સ જેના માટે અગાઉ કોન્ટ્રાક્ટરોએ 25 લાખ ચૂકવવાના હતા. નવી દારૂની નીતિ લાગુ થયા બાદ કોન્ટ્રાક્ટરોએ 5 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. નવી દારૂની નીતિથી જનતા અને સરકાર બંનેને નુકસાન થવાનો આરોપ છે.

Web Title: Cbi arrest manish sisodia delhi dy chief minister police mess liquor police case

Best of Express