scorecardresearch

CBI એ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સમન્સ મોકલ્યું, 300 કરોડની લાંચના મામલે પુછપરછ થશે

CBI summons Satya Pal Malik : સત્યપાલ મલિકે ઘટસ્ફોટ કર્યો હતો કે જમ્મુ – કાશ્મીરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફાઇલો ક્લિયર કરવા RSS અને ભાજપના નેતાએ તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી.

Satya Pal Malik
જમ્મુ- કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક (ફોટો – એક્સપ્રેસ ફાઇલ ફોટો)

કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સમન્સ મોકલ્યુ છે. સત્યપાલ મલિકને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન બે ફાઇલોની પતાવટ માટે 300 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. આ મામલે સીબીઆઇએ પુછપરછ માટે સીબીઆઇએ સમન્સ પાઠવ્યા છે એવું સૂત્રોએ જણાવ્યું છે.

ઈન્ડિયા ટુડે સાથે વાતચીત કરતા સત્યપાલ મલિકે કહ્યું, ‘સીબીઆઈએ મને હાજર થવા જણાવ્યું છે, કારણ કે તેઓ આ કેસ વિશે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માગે છે. તેઓએ મને મૌખિક રીતે મારી અનુકૂળતા મુજબ 27 કે 28મી એપ્રિલે આવવા જણાવ્યું છે.

સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર 2019 દરમિયાન જમ્મુ – કાશ્મીરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફાઇલો ક્લિયર કરવા માટે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.

તાજેતરમાં જ મલિકે આરોપ લગાવ્યો હતો કે તેમને આરએસએસ અને ભાજપના નેતા રામ માધવ દ્વારા સ્કીમ પાસ કરાવવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી. રામ માધવે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને સત્યપાલ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. ગયા વર્ષે ઓક્ટોબરમાં સીબીઆઈએ આ કેસમાં સત્યપાલ મલિકની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચોઃ ઝોજિલા ટનલ :ભારતની સૌથી લાંબી આ ટનલનું 38 ટકા કામ પૂર્ણ, મુસાફરીનો ઘટશે સમય

ગયા વર્ષે એપ્રિલમાં, સીબીઆઈએ સત્યપાલ મલિક દ્વારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમના કોન્ટ્રાક્ટ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ. 2,200 કરોડના સિવિલ વર્કમાં ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Web Title: Cbi summons former jammu kashmir governor satya pal malik 300 crore bribery case

Best of Express